દાંત પીળા પડી ગયા હોય તો પીસેલું મીઠું અને ખાવાનો સોડા મેળવીને દાંતે ઘસવાથી પીળાશ દૂર થાય છે.
નસકોરી
નસકોરી ફૂટે ત્યારે તાળવા પર ઠંડા પાણીની ધાર પાડવી તેમ જ નાકમાં ઠંડા પાણીની છાલક મારવાથી લોહી બંધ થાય છે.
નસકોરી ફૂટે ત્યારે બરફનો ટુકડો માથે, કપાળે અને ગરદન પર ફેરવવાથી લોહી બંધ થાય છે.
લીંબુનો રસ કાઢી નાકમાં પિચકારી વાટે નાખવાથી નસકોરીનું દર્દ કાયમ માટે નાબૂદ થાય છે.
નસકોરી ફૂટે તો શેરડીના રસનાં ટીપાં, કાંદાના રસનાં ટીપાં, ગાયના ઘીનાં ટીપાં, દૂધનાં ટીપાં, ખાંડના પાણીનાં ટીપાં, દ્રાક્ષના પાણીનાં ટીપાં, ઠંડા પાણીનાં ટીપાં ગમે તે એક વસ્તુનાં ટીપાં નાકમાં નાખવાથી લોહી પડતું બંધ થાય છે.
નસકોરી ફૂટે ત્યારે ફટકડીનું ચૂર્ણ સુંઘાડવાથી અને ફટકડીનું પાણી નાકમાં નાખવાથી લોહી તરત બંધ થાય છે.
ઘઉંનો લોટ, સાકર અને દૂધ મેળવી પીવાથી નાકમાંથી નીકળતું લોહી બંધ થાય છે.
મરીને દળી અને જૂના ગોળમાં મેળવીને પીવાથી નાકમાંથી પડતું લોહી બંધ થાય છે.
કેરીના ગોટલાનો રસ નાક વડે સૂંઘવાથી નાકમાંથી નીકળતું લોહી બંધ થાય છે.
મરી અથવા અજમો નાખીને ગરમ કરેલું તેલ નાકમાં નાખવાથી કે સૂંઘવાથી કે નાકે ચોળવાથી નાક બંધ થઈ ગયું હોય તો ખુલે છે.
આમળાંના ચૂર્ણને દૂધમાં કાલવી રાત્રે સૂતી વખતે મગજના ભાગ પર લગાડવાથી વારંવાર ફૂટતી નસકોરી બંધ થાય છે.
અરડૂસીનાં પાનના રસનાં ૩-૪ ટીપાં નાકમાં નાખવાથી નસકોરી બંધ થાય છે અને અરડૂસીનાં પાનનો રસ પીવાથી નાક કે મોં વાટે લોહી પડવું બંધ થાય છે.
પેટનાં દર્દો
અજમો ફાકી ઉપર ગરમ પાણી પીવાથી પેટનો દુખાવો, અજીર્ણ અને વાયુ મટે છે.
યુકેમાં ગુજરાતી જીવન માટે.