વધારે લસણ ખાવાથી (સાત દિવસ સુધી આ પ્રમાણે કરવાથી) કૂતરાના
ઝેરનો નાશ થાય છે.
હડકાયું કૂતરું કરડયું ડોય તો કાંદાનો રસ અને મધ મેળવીને ઘા પર
લગાડવાથી ઘા જલદી રુઝાઈ જાય છે અને ઝેર નાશ પામે છે.
લીંબુના રસમાં સિંધવ મીઠું મેળવીને ઊભા ઊભા પીવાથી પથરી
ઓગળી જાય છે.
ગાયના દૂધની છાશમાં સિંધવ મીઠું નાખીને ઊભા ઊભા રોજ સવારે
૨૧ દિવસ સુધી પીવાથી પથરી પેશાબ વાટે બહાર નીકળી જાય
છે અને આરામ થાય છે.
ગોખરુનું ચૂર્ણ મધમાં ચાટવાથી પથરી ઓગળી જાય છે.
ટંકણખારને બારીક વાટી તેનો ભૂકો ઠંડા પાણી સાથે ફાકવાથી પથરીનો
ચૂરો થઈ પેશાબ વાટે નીકળી જાય છે.
નાળિયેરના પાણીમાં લીંબુનો રસ મેળવી રોજ સવારે પીવાથી પથરી
મટી જાય છે.
કારેલાનો રસ છાસ સાથે પીવાથી પથરી મટી જાય છે.
મૂળાના પાનનો રસ કાઢી તેમાં સુરોખાર નાખી રોજ પીવાથી પથરી
ઓગળી જાય છે.
કાળી દ્રાક્ષનો ઉકાળો પીવાથી પથરી ઓગળી જાય છે.
કળથી ૫૦ ગ્રામ રાત્રે પલાળી રાખી સવારે મસળી, ગાળી એક
કપ પાણી રોજ સવારે પીવાથી પથરી મટે છે.
કળથીનો સૂપ બનાવી તેમાં ચપટી સુરોખાર મેળવી પીવાથી પથરી
ઓગળી જાય છે અને પથરીને લીધે થતી ભયંકર પીડા મટે છે.
મૂળાનાં બી ચાર તોલા લઈ અડધો શેર પાણીમાં ઉકાળવા. અડધું
પાણી બાકી રહે ત્યારે તે ઉતારી તે પાણી પીવાથી પથરી
ઓગળી જાય છે.
ઘઉ અને ચણાને સાથે ઉકાળીને તેના ઉકાળામાં ચપટી સુરોખાર નાખી
ઉકાળો પીવાથી પથરી ભાંગીને ભૂકો થઈ જાય છે.
મહેંદીના પાનનો ઉકાળો પીવાથી પથરી મટે છે.
મકાઈના દાણા કાઢી લીધા પછી ખાલી ડોડાને બાળી તેની ભસ્મ
બનાવી ચાળીને આ ભસ્મ ૧ ગ્રામ જેટલી સવાર-સાંજ પાણી સાથે
લેવાથી પથરીનું દર્દ તથા પેશાબની અટકાયત મટે છે.
પાનું 30
આખા પાનાનું લખાણ; તેમાં એકથી વધુ વિષયો હોઈ શકે છે. રોગનાં નામો શોધ માટે છે, નિદાન નથી.
અંગ્રેજી અનુવાદ જુઓ
Draft translation of claims made by the source. This is unverified historical material, not treatment advice.
Eating more garlic (doing this for seven days) kills the dog's poison. If bitten by a rabid dog, applying onion juice and honey on the wound will heal the wound quickly and the poison will be destroyed. Urinary stone dissolves by drinking rock salt in lemon juice. By adding rock salt salt to the buttermilk of cow's milk and drinking it every morning for 21 days, the urinary stone will come out through urine and relax. By licking gokhru powder in honey, urinary stone dissolves. Finely crushing the mint powder and mixing it with cold water will break the urinary stone and leave it in the urine.
Taking lemon juice in coconut water and drinking it every morning will cure urinary stones. Drinking bitter gourd juice with curd cures urinary stone. By extracting the juice of radish leaves and drinking it daily, urinary stone dissolves. Drinking black grape decoction dissolves urinary stones. Soak 50 grams of leaves in the night and mash them in the morning, strain and drink a cup of water every morning to get rid of urinary stones. By making Kalathi soup and drinking it with a pinch of surokhar, urinary stone dissolves and the terrible pain caused by urinary stone is cured. Take four tola (original units) of radish seeds and boil half a share in water. When half of the water is left, drain it and drink that water to dissolve the urinary stone.
By boiling wheat and chickpeas together and adding a pinch of surokhar to its broth and drinking the decoction, urinary stone breaks and becomes crushed. Drinking a decoction of henna leaves cures urinary stone. After removing the corn kernels, burn the empty cobs and sift them into ashes and take 1 gram of this ashes with water in the morning and evening, the pain of urinary stone and retention of urine is cured.
યુકેમાં ગુજરાતી જીવન માટે.