← ઐતિહાસિક સંગ્રહ

પાનું 36

આખા પાનાનું લખાણ; તેમાં એકથી વધુ વિષયો હોઈ શકે છે. રોગનાં નામો શોધ માટે છે, નિદાન નથી.

સ્ત્રીઓને માસિક વખતે ખૂબ પીડા થતી હોય કે માસિક બરાબર ન
આવતું હોય તો તલ ખાવા. એક તોલા કાળા તલને વીસ તોલા
પાણીમાં ઉકાળ્યા પછી પાંચ તોલા પાણી બાકી રહે એટલે ઉતારી
તેમાં ગોળ નાખી પીવાથી માસિક સાફ આવે છે.
કાચો કાંદો ખાવાથી માસિક સાફ આવે છે અને દુખાવો થતો નથી.
માસિક સમયે વધારે પ્રમાણમાં રક્તસ્રાવ થતો હોય અને ચક્કર
આવતા હોય તો તુલસીના રસને મધમાં મેળવીને પીવાથી ફાયદો
થાય છે. ર
ત્રણ તોલા મેથીનો લોટ લઈ, રાત્રે વીસ તોલા દૂધમાં પલાળી રાખવો.
સવારે પાંચ તોલા ઘી ગરમ કરી તેમાં દૂધમાં ભીંજવેલો મેથીનો લોટ
નાખી એકરસ કરી ઉતારી લેવું. પછી તેમાં બે તોલા ગોળ નાખી
બરાબર મિકસ કરી પ્રસૂતા સ્ત્રીને એકવીસ દિવસ સુધી ખવડાવવાથી
ઘાવણ છૂટથી આવે છે.
જીરાની કાકી મારવાથી સ્ત્રીનું ધાવણ વધે છે.
ઘીમાં શેકેલી [ડેગ, ઘી સાથે ખાવાથી સુવાવડી સ્ત્રીને આવતાં ચક્કર
અને શૂળ મટે છે.
સુવાવડમાં સ્ત્રીઓએ સુવાનો ઉપયોગ છૂટથી કરવો જેથી ઘાવણ સાટું
આવે છે, કમર દુખતી નથી અને ખાધેલું પાચન થાય છે.
તાંદળજાના મૂળમાં વાટીને ચોખાના ઓસામણમાં પીવાથી સુવાવડી
અને સગર્ભાનો રક્તસ્રાવ મટે છે.
સુવાવડી સ્ત્રીને ભૂખ ન લાગતી હોય તો પા ચમચી અજમાનું ચૂર્ણ,
બે ચમચી આદુનો રસ અને સોપારી જેટલો ગોળ મેળવી સવારે અને
રાત્રે ખાવાથી ખૂબ ભૂખ લાગે છે.
સુવાવડમાં તાવમાં અને સુવાવડ પછી થતા કમરના દુખાવામાં અજમો
અડધી ચમચી, સૂંઠ અડધી ચમચી અને ઘી બે ચમચી ભેગાં કરી
સવારે અને રાત્રે ખાવાથી તાવ અને કમરનો દુખાવો મટે છે.
' ઊલટી, ઉબકા, અપચો, આફરો, કફના રોગો, ઉદરશૂળ વગેરે
સુવાવડી સ્ત્રીની ફરિયાદોમાં અડધી ચમચી જેટલું અજમાનું ચૂર્ણ રોજ
સવારે અને રાત્રે નવશેકા પાણી સાથે લેવાથી સ્ત્રીની ઊલટી
મટે છે.
નારંગી ખાવાથી સગર્ભા સ્ત્રીઓના ઉબકા અને ઊલટી મટે છે.
હિંગની ઘુમાડી પ્રસવ સમયે જનન અવયવને આપવાથી પ્રસવ
સરળતાથી થાય છે.

અંગ્રેજી અનુવાદ જુઓ

Draft translation of claims made by the source. This is unverified historical material, not treatment advice.

If women have a lot of pain during menstruation or if menstruation does not come properly, eat sesame. After boiling one tola (original units) of black sesame in twenty tola (original units) of water, five tolas (original units) of water will remain, then take it and add jaggery to it and drink it to get rid of menstruation. Eating raw onion makes menstruation clean and painless. If there is excessive bleeding and dizziness during menstruation, drinking tulsi juice mixed with honey is beneficial. Take three tola (original units) of fenugreek flour and soak it in twenty tola (original units) of milk overnight.

In the morning, heat five tola (original units) of ghee, put fenugreek flour soaked in milk in it and knead it. Then add two tola (original units) of jaggery to it and mix it properly and feed it to the pregnant woman for twenty one days, the wound comes loose. Cumin seeds increase milk supply in women. [Dag] roasted in ghee, eaten with ghee, cures vertigo and colic in a Suvadi woman. In Suvavad, women should use sleep sparingly so that the wound heals, the back does not hurt and the food is digested. Crushed into the root of tandalja and drunk in a bowl of rice cures vaginal bleeding and pregnancy bleeding.

If a pregnant woman does not feel hungry, take a spoonful of Ajma Churna, two spoonfuls of ginger juice and betel nut jaggery in the morning and at night to feel very hungry. In fever and back pain after childbirth, taking half a spoonful of ajwain, half a spoonful of dried ginger and two spoonfuls of ghee in the morning and at night cures fever and back pain. In complaints of vomiting, nausea, indigestion, aphroa, diseases of phlegm, colic etc., taking half a spoonful of Ajama powder with lukewarm water every morning and night cures vomiting of women. Eating orange can cure nausea and vomiting in pregnant women.

A decoction of asafoetida administered to the genitals at the time of delivery facilitates delivery.