ફુદીનાના રસમાં સંચળ મેળવી ચાટવાથી અજીર્ણ મટે છે.
અડધી ચમચી અજમો, ચપટી સિંધવ મીઠું, લીંબુના શરબતમાં
મેળવીને પીવાથી અજીર્ણ મટે છે.
એક ગ્લાસ હુંફાળા પાણીમાં એક ચમચી આદુનો રસ અને બે ચમચી
મધ મેળવીને પીવાથી અજીર્ણ મટે છે.
ભૂખ લાગતી જ ન હોય કે ભૂખ મરી થઈ હોય તો દિવસમાં બે
વાર અડધી ચમચી અજમો ચાવીને ખાવાથી ભૂખ ઊઘડશે.
રાઈનું ચૂર્ણ પાણી સાથે લેવાથી અજર્ણ મટે છે.
પાકા અનાનસના કકડા કરી તેની પર મરી અને સિંધવ ભભરાવી
ખાવાથી અજીર્ણ મટે છે.
એક ચમચી લીંબુનો રસ, એક ચમચી આદુનો રસ અને ચપટી સિંઘવ
મીઠું મેળવી પીવાથી અજીર્ણ મટે છે. - ટ
લીંબુ કાપી તેની પર સિંધવ મીઠું મેળવી પીવાથી અજીર્ણ મટે છે.
લીંબુ કાપી તેની પર સિંધવ મીઠું ભભરાવી જમતાં પહેલાં ચૂસવાથી
અજીર્ણ મટે છે.
ચણા જેટલી હિંગ ઘી સાથે લેવાથી અજીર્ણ મટે છે.
સૂંઠ, મરી, પીપર અને સિંધવ મીઠું સરખે ભાગે લઈ તેનું ચૂર્ણ છાશમાં
પીવાથી અજીર્ણ મટે છે.
કાંદાના રસમાં શેકેલી હિંગ અને મીઠું મેળવી પીવાથી આફરો
મટે છે.
લસણની કળી તેલમાં કકડાવીને ખાવાથી અથવા લસણની ચટણી
બનાવીને ખાવાથી અરુચિ-મંદાગ્તિ મટે છે.
કોકમનો ઉકાળો કરીને ઘી નાખી પીવાથી અજીર્ણ મટે છે.
મેથી અને સુવા સરખે ભાગે લઈ બંનેને શેકી, અધકચરા ખાંડી તેમાંથી
અડધો તોલો ફાકવાથી આફરો, ખાટા ઘચરકા અને ઓડકાર મટે છે.
પેટમાં ખૂબ જ આફરો થયો હોય અને પેટ ઢોલ જેવું થયું હોય અને
પેટમાં દુખાવો થતો હોય તો દૂટીની આજુબાજી અને પેટ પર હિંગનો
લેપ કરવાથી તરત આરામ થાય છે.
લસણ, ખાંડ અને સિંધવ સરખે માગે મેળવી તેનાથી, બમણું ધી
મેળવીને ખાવાથી અજીર્ણ-આફરો મટે છે.
પાનું 46
આખા પાનાનું લખાણ; તેમાં એકથી વધુ વિષયો હોઈ શકે છે. રોગનાં નામો શોધ માટે છે, નિદાન નથી.
અંગ્રેજી અનુવાદ જુઓ
Draft translation of claims made by the source. This is unverified historical material, not treatment advice.
Sanchal salt mixed with mint juice and licked cures indigestion. Half a spoonful of ajwain, a pinch of rock salt in lemon juice and drinking it cures indigestion. Indigestion is cured by taking one spoonful of ginger juice and two spoonfuls of honey in a glass of warm water. If you do not feel hungry or have lost your appetite, chewing half a spoonful of ajwain twice a day will stimulate your appetite. Ajarna is cured by taking mustard seed powder with water. Indigestion is cured by eating dried ripe pineapples sprinkled with pepper and rock salt. A spoonful of lemon juice, a spoonful of ginger juice and a pinch of salt can cure indigestion.
- Indigestion is cured by cutting a lemon and adding rock salt on it. Cut a lemon sprinkle rock salt on it and sip it before eating to cure indigestion. Asafoetida as much as chickpeas taken with ghee cures indigestion. Taking dried ginger, pepper, pippali and rock salt in equal proportions and drinking its powder in buttermilk cures indigestion. Drinking asafoetida roasted in onion juice and salt cures aphrodisiacs. Eating garlic cloves fried in oil or making garlic chutney can cure anorexia. Boiling kokum and drinking it with ghee cures indigestion.
Roasting both fenugreek and suva in equal proportions, adding half a tola (original unit) of half of the sugar to it cures regurgitation, sour belching and belching. If the stomach is very distended and the stomach feels like a drum and there is pain in the stomach, the dooty position and asafoetida applied on the stomach gives immediate relief. By getting garlic, sugar and rock salt at the same time, eating twice as much helps in indigestion.
યુકેમાં ગુજરાતી જીવન માટે.