← ઐતિહાસિક સંગ્રહ
અચકાસેલી ઐતિહાસિક સામગ્રી

બાળરોગો

Childhood complaints

ઐતિહાસિક ઉપાયો

નીચેના દાવા જૂના પુસ્તકમાંથી લીધેલા છે; તે ચકાસેલી સારવારની ભલામણો નથી.

  • ખજૂરની એક પેશી ચોખાનાં ઓસામણ સાથે મેળવી ખૂબ વાટી તેમાં થોડું પાણી મેળવીને નાનાં બાળકોને બે-ત્રણ વખત આપવાથી નબળાં, કંતાઇ ગયેલાં બાળકો ₹ષ્ટપુપ્ટ અને ભરાવદાર બને છે. [31]
  • એક ચમચી પાલખની ભાજીનો રસ મધમાં મેળવી રોજ ખાવાથી સુકલકડી બાળકો શક્તિશાળી બને છે. [31]
  • પાકા ટામેટાંનો તાજો રસ નાનાં બાળકોને દિવસમાં બે-ત્રણ વાર પાવાથી બાળકો નીરોગી અને બળવાત્ત બને છે. [31]
  • બાળકોને તલ ખવડાવવાથી રાત્રે ઊંઘમાં પેશાબ કરતા હોય તો અટકે છે અને શરીર પુષ્ટ બને છે. [31]
  • તુલસીનાં પાનનો રસ પાંચથી દસ ટીપાં પાણીમાં નાખીને રોજ પિવડાવવાથી બાળકનાં સ્નાયુઓ અને હાડકાં મજબૂત બને છે અને બાળક જલદી ચાલતાં શીખે છે. [31]
  • કાંદો અને ગોળ રોજ ખવડાવવાથી બાળકની ઊંચાઈ વધે છે. [31]
  • ટામેટાંનો એક ચમચી રસ, દૂધ પીવડાવતાં પહેલાં પાવાથી બાળકોને થતી દૂધની ઊલટી મટે છે. [31]
  • હળદર નાખી ગરમ કરેલા દૂધમાં સહેજ મીઠું અને ગોળ નાખીને પાવાથી બાળકની શરદી, કફ અને સસણી મટે છે. [31]
  • લસણની એક કે બે કળી દૂધમાં પલાળી, ગાળી દૂધ પાવાથી બાળકોની કાળી ઉધરસ (હડખી ઉધરસ) મટે છે. [31]
  • ધાણા અને સાકરને ચોખાત્તા ઓસામણમાં પાવાથી બાળકોની ઉધરસ અને શ્વાસ મટે છે. [31]
  • નાગરવેલના પાનને દિવેલ ચોપડી સહેજ ગરમ કરી નાના બાળકની છાતી પર મૂકી ગરમ કપડાથી હળવો શેક કરવાથી બાળકનો કફ છૂટો પડી જાય છે. [31]
  • લસણની કળીઓ છૂંદી, પોટલી બનાવી બાળકના ગળામાં બાંધી રાખવાથી બાળકની કાળી ખાંસી (હૂપિંગ કફ-હડખી ઉધરસ) મટે છે. [31]
  • બાળકની છાતી કફથી ભરાઇ ગઇ હોય તો તુલસીનાં પાનનો રસ મધમાં મેળવી બે-ત્રણ વાર પાવાથી તથા તુલસીના રસને ગરમ કરી છાતી, નાક તથા કપાળે ઘસવાથી શરદી અને કફમાં પૂબ રાહત થાય છે. [31]
  • સિ પ નનરનનનનનનગઆઝનનનરનરનનનનનનરનનનઆન છાશમાં વાવરિંગનું ચૂર્ણ પાવાથી નાનાં બાળકોને કરમ મટે છે, મધમાં કાળીજીરીનું ચૂર્ણ ચટાડવાથી બાળકોના કરમ મટે છે. [32]
  • બાળકોના પેટમાં કરમ થતા હોય તો કાચાં ગાજર ખાવાથી મરી જાય છે. [32]
  • બાળકોના પેઢા પર નરમાશથી મધ અને સિંધવ મીઠું ઘસવાથી બાળકને સહેલાઈથી દાંત આવે છે. [32]
  • બાળકોને ગાજરનો રસ પિવડાવવાથી દાંત નીકળવામાં સરળતા થાય છે અને દૂધ પણ સારી રીતે પચે છે. [32]
  • તુલસીનાં પાનનો રસ મધમાં મેળવીને પેઢા પર ઘસવાથી બાળકના દાંત તકલીફ વગર સરળતાથી પડે છે. [32]
  • બાળકોને દાંત આવે ત્યારે લીંડીપીપરનું ચૂર્ણ અથવા ફૂલવેલો ટંકણખાર મધમાં મેળવી પેઢા પર ઘસવાથી અને ટંકણખારનું ચૂર્ણ મધમાં ચટાડવાથી સરળતાથી પીડા વગર દાંત આવે છે. [32]
  • આ રસ એક ચમચી ધાવણા બાળકને પાવાથી તેની કબજિયાત મટે છે. [32]
  • એક શેર પાણીને ખૂબ ઉકાળી તેમાં પાંચ તોલા કાંદાની છીણ નાખી ઠંડું થયા બાદ ગાળી તેમાંથી એક ચમચી પાણી લઈ તેમાં પાંચ ટીપાં મધ મેળવી પાવાથી બાળક ઘસધસાટ ઊંધે છે. [32]
  • બાળકોને ચૂંક આવતી હોય તો દૂટી પર હિંગ ચોપડવાથી આરામ થાય છે. [33]
  • જાયફળ અને સૂંઠને ગાયના ધીમાં ઘસીને તેનો ઘસરકો ચટાડવાથી બાળકને શરદીને લીધે થતા ઝાડા મટે છે. [33]
  • નાગરવેલનાં પાનના રસમાં મધ મેળવીને ચટાડવાથી વાછૂટ થઈ નાનાં બાળકોને આફરો અને અપચો મટે છે. [33]
  • સગર્ભાવસ્થામાં પપૈયું નિયમિત ખાવાથી રૂપાળું બાળક જન્મે છે. [62]

અન્ય નામો

બાળરોગોChildhood complaintschildrenchild healthbalrogobal rog