← ઐતિહાસિક સંગ્રહ
અચકાસેલી ઐતિહાસિક સામગ્રી

ડાયાબિટીસ

Diabetes

ઐતિહાસિક ઉપાયો

નીચેના દાવા જૂના પુસ્તકમાંથી લીધેલા છે; તે ચકાસેલી સારવારની ભલામણો નથી.

  • આમલીના ચીચોડા શેકીને ખાવાથી ડાયાબિટીસ મટે છે. [20]
  • લીમડાના પાનનો રસ નિયમિત પીવાથી ડાયાબિટીસ મટે છે. [20]
  • કુમળા કારેલાના નાના કટકા કરી છાંયડામાં સૂકવી, બારીક ભૂકી કરી, એક તોલા જેટલી ભૂકી સવાર-સાંજ લેવાથી ડાયાબિટીસ મટે છે. [20]
  • સારા પાકાં જાંબુને સૂકવી, બારીક ખાંડી, ચૂર્ણ બનાવી પાણી સાથે દિવસમાં બે વાર લેવાથી ડાયાબિટીસ મટે છે. [20]
  • લસણને પીસીને તેનું પાણી પીવાથી ડાયાબિટીસ મટે છે. [20]
  • રોજ રાત્રે દોઢથી બે તોલા મેથી પાણીમાં પલાળી રાખી, સવારે ખૂબ મસળી, ગાળીને પીવાથી ડાયાબિટીસ મટે છે. [20]
  • આમમળાંનું ચૂર્ણ ફાકવાથી ડાયાબિટીસમાં રાહત થાય છે. [20]
  • હળદરના ગાંડિયાને પીસી, ઘીમાં શેકી, થોડી સાકર મેળવી રોજ ખાવાથી ડાયાબિટીસમાં ખૂબ ફાયદો થાય છે. [20]
  • હરડે, બહેડાં, કડવા લીમડાની અંતરછાલ, મામેજવો અને જાંબુના ઠળિયા સાથે સરખે ભાગે લઈ બારીક ચૂર્ણ કરી સવાર-સાંજ લેવાથી ડાયાબિટીસ મટે છે. [20]
  • હળદર એક ચમચી અને આમળાનું ચૂર્ણ એક ચમચી ભેગાં કરી રોજ સવાર-સાંજ લેવાથી ડાયાબિટીસમાં ખૂબ રાહત થાય છે. [20]
  • ૨૧ દિવસ આ પ્રમાણે લેવાથી ડાયાબિટીસ ચોક્કસ મટે છે. [21]
  • કયારેક ડાયાબિટીસ ન હોવા છતાં વારંવાર ખૂબ પેશાબ કરવા જવું પડે છે તે માટે અડદની પલાળેલી દાળને વાટીને ઘીમાં શેકી, ખાંડ નાખીને તેનો શીરો સાત દિવસ ખાવાથી આરામ થાય છે. [29]
  • કચારેક ડાયાબિટીસ ન હોવા છતાં વારંવાર પેશાબ કરવા જવું પડતું હોય તો પેટ પર દૂંટીની નીચે કોઈપણ તેલનું માલિશ કરવું, પછી બાજરીને તાવડી પર ગરમ કરી કપડામાં બાંધી પેટ, પેઢું તથા કમર પર ૧૦-૧૫ મિન્તિટ રોજ શેક કરવાથી આરામ થાય છે. [29]

અન્ય નામો

ડાયાબિટીસDiabetesdiabetes mellitusblood sugardiabitish