← ઐતિહાસિક સંગ્રહ
અચકાસેલી ઐતિહાસિક સામગ્રી

કાનની પીડા

Ear pain

ઐતિહાસિક ઉપાયો

નીચેના દાવા જૂના પુસ્તકમાંથી લીધેલા છે; તે ચકાસેલી સારવારની ભલામણો નથી.

  • તેલમાં લસણની કળી કકડાવીને, તે તેલનાં ટીપાં કાનમાં નાખવાથી કાનના સણકા અને કાનની રસી મટે છે. [6]
  • આદુનો રસ સહેજ ગરમ કરી કાનમાં નાખવાથી ચસકા મટે છે. [6]
  • મધના ટીપાં કાનમાં નાખવાથી કાનનો દુખાવો અને રસી મટે છે. [6]
  • તલના તેલમાં હિંગ નાખી ઉકાળી તે તેલનાં ટીપાં કાનમાં નાખવાથી દુષાવો મટે છે. [6]
  • તુલસીના રસનાં ટીપાં કાનમાં નાખવાથી કાનનો દુખાવો અને સણકા મટે છે અને પરુ નિકળતું હોય તે મટે છે. [6]
  • કાનમાં બગાઈ, કાનખજૂરો જેવા જીવજંતુ ગયાં હોય તો મધ અને તેલ ભેગાં કરી કાનમાં ટીપાં નાખવાથી ફાયદો થાય છે. [7]
  • કાન દુખતો હોય તો મૂળાના પાનનો રસ સહેજ ગરમ કરી કાનમાં નાખવાથી દુખાવો અને ચસકા મટે છે. [7]
  • તુલસીના પાનનો રસ સહેજ ગરમ કરી (નવશેકો) કાનમાં ટીપાં નાખવાથી કાનનો દુખાવો મટે છે. [62]

અન્ય નામો

earacheear acheear painkaan ni pidakan ni pidaકાનની પીડા