ઐતિહાસિક ઉપાયો
નીચેના દાવા જૂના પુસ્તકમાંથી લીધેલા છે; તે ચકાસેલી સારવારની ભલામણો નથી.
- ( ખરજવું, ખસ, ખુજલી, દરાજ ) ત્રણ દિવસનો વાસી પેશાબ ખરજવા પર સવાર-સાંજ ચોપડવાથી ખરજવું ચોક્કસ મટે છે. [11]
- (ત્રણ બાટલી રાખી રોજ એક બાટલીમાં પેશાબ ભરતા રહેવું) ગાજરને વાટી તેમાં થોડું મીઠું નાખી, ગરમ કરી ખરજવા પર બાંધવાથી ખરજવું મટે છે. [11]
- ખારેક અથવા ખજૂરના ઠળિયાને બાળી તેની રાખ કપૂર અને હિંગ સાથે મેળવી ખરજવા પર લગાડવાથી ખરજવું મટે છે. [11]
- કળી ચૂનો અને પાપડખાર મેળવી પાણીમાં ભીંજવી ખરજવા પર લગાડવાથી ખરજવું મટે છે. [11]
- તાંદળજાની ભાજીના રસમાં સાકર મેળવીને પીવાથી ખસ મટે છે. [11]
- કાંદાનો રસ ખરજવા પર લગાડવાથી ખરજવું મટે છે. [11]
- બટાટા બાફી તેના કટકા કરી સહન થાય તેવા ગરમ ખરજવા પર બાંધવાથી ખરજવું મટે છે. [11]
- ખરજવા પર લીમડાનાં બાફેલા પાન બાંધવાથી અને લીમડાનો અડધો કપ રસ સવાર-સાંજ પીવાથી ખરજવું મટે છે આ લોટમાં તલનું તેલ અને છાશ મેળવીને લગાડવાથી ખુજલી ક થી અને કોપરું બારીક વાટી શરીરે ચોપડવાથી ખંજવાળ મ્ ટામેટાંના રસમાં તેનાથી બમણું કોપરેલ મેળવી શરીર પર માલિશ કરી, અડધા કલાક પછી સતાન કરવાથી ખુજલી મટે છે. [11]
- આમળાં બાળી તલના તેલમાં મેળવી ચોપડવાથી ખસ મટે છે. [11]
- ચણાનો લોટ પાણીમાં મેળવી શરીરે માલિશ કરવાથી અને સ્નાન કરવાથી ખુજલી મટે છે. [11]
- રાઈને દહીમાં ઘૂંટીને તેમાં સહેજ પાણી નાખી દરાજ પર ચોપડવાથી દરાજ મટે છે. [11]
- એળિયો દહીંમાં વાઢીને ચોપડવાથી દરાજ મટે છે. [11]
- તુવેરના પાન બાળી દહીંમાં મેળવી ચોપડવાથી ખસ મટે છે, આપા શરીરે ખુજલી આવતી હોય તો સરસિયાના તેલનું માલિશ કરવાથી ખુજલી મટે છે. [11]
યુકેમાં ગુજરાતી જીવન માટે.