← ઐતિહાસિક સંગ્રહ
અચકાસેલી ઐતિહાસિક સામગ્રી

જીવજંતુના ડંખ

Insect bites and stings

ઐતિહાસિક ઉપાયો

નીચેના દાવા જૂના પુસ્તકમાંથી લીધેલા છે; તે ચકાસેલી સારવારની ભલામણો નથી.

  • મધમાખીના ડંખ પર મીઠું ચોપડવાથી પીડા મટે છે. [15]
  • મધમાખીના ડંખ પર તપકીર અથવા ઝીણી કરેલી તમાકુ ચોપડવાથી પીડા મટે છે. [15]
  • મધમાખીના ડંખ પર સુવા અને સિંઘવ મીઠું પાણી સાથે વાટી ચોપડવાથી પીડા મટે છે. [15]
  • મધમાખીના ડંખ પર મધ ચોપડવાથી અને પીવાથી પીડા મટે છે. [15]
  • ભમરીના ડંખ પર કાંદાનો રસ ચોપડવાથી પીડા મટે છે. [15]
  • કાનખજૂરાના ડંખ પર કાંદો અને લસણ વાટીને ચોપડવાથી ઝેર ઊતરે છે. [15]
  • કાનખજૂરાના ડંખ પર ગોળ બાળીને ચોપડવાથી પીડા મટે છે. [15]
  • કોઈપણ ઝેરી જીવજંતુના ડંખ પર મીઠા લીમડાનાં પાન વાટીને ચોપડવાથી કંપની પીડા મટે છે અને સોજો ઊતરે છે અને ઝેરની અસર નાબૂદ ઘાય છે. [15]
  • કોઈપણ ઝેરી જીવજંતુના ડંખ પર હળદર ઘસીને સહેજ ગરમ કરી ચોપડવાથી પીડા મટે છે. [16]
  • વીંછીના ડંખ પર કાંદો કાપી બાંધવાથી ઝેર -ઊતરે છે. [16]
  • વીંછીના ડંખ પર મધ ચોપડવાથી બળતરા ઓછી થાય છે અને ઝેર ઊતરે છે. [16]
  • વીંછી કરડયો હોય તો સૂંઠને પાણીમાં ઘસી સુંઘવાથી વીંછીનું ઝેર ઊતરે છે. [16]
  • ક વીંછીના ડેખવાળો ભાગ મીઠાના પાણીથી વારેવાર ધોવાથી તથા સહેજ મીઠું નાખેલા પાણીના ટીપા બંને આંખોમાં નાખવાથી વીંછીનું ઝેર ઊતરે છે. [16]
  • તાંદળજાનો રસ સાકર સાથે પીવાથી વીંછીનું ઝેર ઊતરે છે. [16]
  • આમલીનો ચીચોડો સફેદ થાય ત્યાં સુધી પાણીમાં ઘસી એ સફેદ થયેલો ચીચોડો વીંછીના ડંખ પર ચોંટાડવાથી ઝેર શોષી લે છે અને પોતાની મેળે “પરી પડે છે અને વીંછીનું ઝેર ઊતરે છે. [16]
  • મચ્છરો કે કીડી-મંકોડાના ડંખ પર લીંબુનો રસ ચોપડવાથી પીડા મટે છે. [16]
  • મચ્છરના ડંખ પર ચૂનો લગાડવાથી પીડા મટે છે. [16]
  • સાપ કે વીંછી કરડયો હોય તો તેના ડંખ પર લસણ વાટીને ચોપડવાથી અને લસણનો બે ચમચી જેટલો રસ મઘમાં મેળવીને ચાટવાથી તરત રાહત થાય છે અને ઝેર ઊતરે છે. [16]

અન્ય નામો

જીવજંતુના ડંખInsect bites and stingsbitesstingsjivjantudankh