← ઐતિહાસિક સંગ્રહ
અચકાસેલી ઐતિહાસિક સામગ્રી

નસકોરી

Nosebleeds

ઐતિહાસિક ઉપાયો

નીચેના દાવા જૂના પુસ્તકમાંથી લીધેલા છે; તે ચકાસેલી સારવારની ભલામણો નથી.

  • નસકોરી ફૂટે ત્યારે તાળવા પર ઠંડા પાણીની ધાર પાડવી તેમ જ નાકમાં ઠંડા પાણીની છાલક મારવાથી લોહી બંધ થાય છે. [24]
  • લીંબુનો રસ કાઢી નાકમાં પિચકારી વાટે નાખવાથી નસકોરીનું દર્દ કાયમ માટે નાબૂદ થાય છે. [24]
  • ઘઉંનો લોટ, સાકર અને દૂધ મેળવી પીવાથી નાકમાંથી નીકળતું લોહી બંધ થાય છે. [24]
  • મરીને દળી અને જૂના ગોળમાં મેળવીને પીવાથી નાકમાંથી પડતું લોહી બંધ થાય છે. [24]
  • કેરીના ગોટલાનો રસ નાક વડે સૂંઘવાથી નાકમાંથી નીકળતું લોહી બંધ થાય છે. [24]
  • આમળાંના ચૂર્ણને દૂધમાં કાલવી રાત્રે સૂતી વખતે મગજના ભાગ પર લગાડવાથી વારંવાર ફૂટતી નસકોરી બંધ થાય છે. [24]
  • અરડૂસીનાં પાનના રસનાં ૩-૪ ટીપાં નાકમાં નાખવાથી નસકોરી બંધ થાય છે અને અરડૂસીનાં પાનનો રસ પીવાથી નાક કે મોં વાટે લોહી પડવું બંધ થાય છે. [24]

અન્ય નામો

નસકોરીNosebleedsnose bleedepistaxisnaskorinaskoro