ઐતિહાસિક ઉપાયો
નીચેના દાવા જૂના પુસ્તકમાંથી લીધેલા છે; તે ચકાસેલી સારવારની ભલામણો નથી.
- એક ડોલ ગરમ અથવા ઠંડા પાણીમાં એક લીંબુ નીચોવી તેનાથી સતાન કરવાથી ચામડી સુંવાળી થાય છે અને ચામડીમાં ચમક આવે છે. [52]
- મા પાનનો રસ ચોપડવાથી ચામડીના બહુ જૂના કોઈપણ રોગ મટે છે. [52]
- તલના તેલને સહેજ ગરમ કરી રોજ માલિશ કરવાથી ફીકી ચામડી ચમકતી થાય છે. [52]
- કાકડીને ખમણીને તેનો રસ ચોપડવાથી ચીકાશવાળી તેમ જ ચીમળાયેલી ચામડી સુંવાળી બને છે. [52]
- વ ટ પગની ચામડી ફાટે ત્યારે વડનું દૂધ લગાડવાથી જલદી મટે છે. [52]
- ટ ચણાના લોટમાં પાણી અને થોડું ઘી મેળવી શરીર પર અને મોં પર માલિશ કરવાથી ચામડી ગૌર વર્ણની અને તેજસ્વી બને છે. [52]
- દાઝી ગયેલી ચામડી પર સફેદ ડાઘ રહી જાય છે. [52]
- રોજ સવારે બબ્બે તોલા મધ ઠંડા પાણીમાં મેળવી પીવાથી ચામડીના રોગો જેવા કે દાહ, ખંજવાળ, ફોલ્લી મટે છે. [53]
- બટાટાની છાલને શરીર પર ઘસવાથી ચામડી સુંવાળી થાય છે. [53]
- રસ કાઢી લીધેલા લીંબુના ફાડિયા ચહેરા પર ઘસવાથી ચામડી તમતમે છે, પરંતુ ચહેરાની લાલી એકદમ આવે છે. [53]
- ગરમ પાણીમાં આમળાંનો ભૂકો નાખી ઉકાળી તે પાણીથી સ્નાન કરવાથી ચામડી મુલાયમ બને છે. [53]
- ઠંડીમાં આ મિશ્રણથી ચામડી તરડાતી નથી અને ગરમીમાં એનાથી ઠંડક રહે છે. [53]
- તેને બદલે સ્નાન કર્યા બાદ બે ટીપાં સુખડના તેલના મોં પર ઘસવાથી સુગંધ આવે છે અને ચામડીને ઠંડક આપે છે. [53]
- શિયાળામાં હાથપગની આંગળીઓની વચ્ચે ચળ આવે અને ચામડીમાં ચીરા પડે તો ઘઉના ભૂસામાં એક ચમચી મીઠું નાખીને પાણી નવશેકું ગરમ કરી આ પાણીમાં હાથ-પગ રાખીને શેક કરવાથી ચળ મટી જાય છે. [54]
યુકેમાં ગુજરાતી જીવન માટે.