ઐતિહાસિક ઉપાયો
નીચેના દાવા જૂના પુસ્તકમાંથી લીધેલા છે; તે ચકાસેલી સારવારની ભલામણો નથી.
- ગળુ ગળું આવી ગયું હોય તો સરકાના કોગળા કરવાથી મટે છે. [12]
- મધ સાથે પાણી મેળવી કોગળા કરવાથી મોંની ચાંદી અને ગળાની બળતરા મટે છે. [12]
- ગરમ કરેલા દૂધમાં થોડી હળદર નાખી પીવાથી ગળું બેસી ગયું હોય તો તે મટે છે. [12]
- લવિંગને જરા શેકી મોંમાં રાખી ચૂસવાથી ગળાનો સોજો મટે છે. [12]
- લસણને ખૂબ લસોટી, મલમ જેવું કરી, કપડા પર લગાડી, પટ્ટી બનાવી કંઠમાળ જેવી ગળાની ગાંઠ પર લગાડવાથી ગળાની ગાંઠ મટે છે. [12]
- કાંદાનું કચૂંબર, જીરું અને સિંધવ નાખી ખાવાથી ગળું સાફ રહે છે. [13]
યુકેમાં ગુજરાતી જીવન માટે.