ઐતિહાસિક ઉપાયો
નીચેના દાવા જૂના પુસ્તકમાંથી લીધેલા છે; તે ચકાસેલી સારવારની ભલામણો નથી.
- હિંગને પાણીમાં ઉકાળી કોગળા કરવાથી દાંતનો દુખાવો મટે છે. [22]
- સવારના પહોરમાં કાળા તલ ખૂબ ચાવીને ખાઈને ઉપર થોડું પાણી પીવાથી દાંત મજબૂત બને છે. [23]
- વડની વડવાઈનું દાતણ કરવાથી હાલતા દાંત મજબૂત બને છે. [23]
- તલનું તેલ હથેળીમાં લઈ આંગળી વડે પેઢા પર ઘસવાથી હાલતા દાંત મજબૂત બને છે. [23]
- લીંબુનો રસ દાંતના પેઢા પર મસળવાથી દાંતમાંથી નીકળતું લોડી બંધ થાય છે. [23]
- તલના તેલનો કોગળો મોઢામાં દસ-પંદર મિનિટ ભરી રાખવાથી પાયોરિયા મટે છે અને દાંત મજબૂત બને છે. [23]
- ફુલાવેલી ફટકડીનો પાવડર દાંતના પેઢા પર દબાવવાથી દાંતમાંથી નીકળતું લોડી બંધ થાય છે. [23]
- દાંતનું પેઢું સૂઝી ગયું હોય તો મીઠું અને હળદર પાવડર મેળવી પેઢા પર ઘસવાથી મટે છે. [23]
- તેલ, લીંબુનો રસ અને મીઠું મેળવી દાંત ઘસવાથી દાંતનો દુખાવો, દાંતની પીળાશ અને દાંતમાંથી નીકળતું લોડી બંધ થાય છે. [23]
- સફરજનનો રસ સોડા સાથે મેળવી દાંતે ઘસવાથી દાંતમાંથી નીકળતું લોડી બંધ થાય છે અને દાંતની છારી મટે છે. [23]
- દિવસમાં ત્રણ વાર પીવાથી દાંતમાંથી નીકળતું લોઢી બંધ થાય છે. [23]
- દાંતમાં સડો લાગે તો મીઠાના પાણીના કોગળા વારંવાર કરવાથી આરામ થાય છે. [23]
- ટ કોંફીનો ઉકાળો કરી તેના કોગળા કરવાથી દાંતનો સડો અને દાંતનો દુખાવો મટે છે. [23]
- કાંદો ખાવાથી દાંત સફેદ દૂધ જેવા થાય છે. [23]
- રોજ સવારે મેથી પાણીમાં પલાળીને નરણે કોઠે ચાવીને ખાવાથી પાયોરિયા મટે છે. [23]
- તુલસીનાં પાન ચાવવાથી અને તુલસીનાં પાનના ઉકાળાના કોગળા કરવાથી દાંત અને પેઢા મજબૂત થાયછે. [23]
- પોલા થયેલા અને કોહવાઈ ગયેલા દાંતના પોલાણમાં લવિંગ અને કપૂર અથવા તજ અને હિંગ વાટી ભેગાં કરી ભરી દેવાથી આરામ થાય છે. [23]
- દાંત પીળા પડી ગયા હોય તો પીસેલું મીઠું અને ખાવાનો સોડા મેળવીને દાંતે ઘસવાથી પીળાશ દૂર થાય છે. [24]
- બાળકોના પેઢા પર નરમાશથી મધ અને સિંધવ મીઠું ઘસવાથી બાળકને સહેલાઈથી દાંત આવે છે. [32]
- દાંત આવે ત્યારે ઝાડા થતા હોય તો જાવંત્રીને તાવડી પર શેકી પાવડર કરી મધ સાથે માતાના દૂધમાં આપવાથી ઝાડા મટે છે. [32]
- દાંત આવે ત્યારે પાણી જેવા ઝાડા થતા હોય તો મકાઈના ડોડામાંથી દાણા કાઢી લીધા પછીના મકાઈન્તા ડોડાને બાળી તેની ભૂટ્ઠી (એક કે બે વાલ જેટલી) પાણી કે છાશમાં પાવાથી ઝાડા બંધ થાય છે. [32]
- દાંત આવે ત્યારે આંખ આવો હોય તો ફૂલવેલી ફટક્ડીને ગુલાબજળમાં મેળવી આંખમાં ટીપાં નાખવાં તથા ફટકડીના નવશેકા પાણીથી આંખ ધોવાથી આરામ થાય છે. [32]
- બાળકોને ગાજરનો રસ પિવડાવવાથી દાંત નીકળવામાં સરળતા થાય છે અને દૂધ પણ સારી રીતે પચે છે. [32]
- તુલસીનાં પાનનો રસ મધમાં મેળવીને પેઢા પર ઘસવાથી બાળકના દાંત તકલીફ વગર સરળતાથી પડે છે. [32]
- બાળકોને દાંત આવે ત્યારે લીંડીપીપરનું ચૂર્ણ અથવા ફૂલવેલો ટંકણખાર મધમાં મેળવી પેઢા પર ઘસવાથી અને ટંકણખારનું ચૂર્ણ મધમાં ચટાડવાથી સરળતાથી પીડા વગર દાંત આવે છે. [32]
- અક્કલગરો ચાવવાથી દાંતનું દર્દ મટી જાય છે. [62]
યુકેમાં ગુજરાતી જીવન માટે.