ઐતિહાસિક ઉપાયો
નીચેના દાવા જૂના પુસ્તકમાંથી લીધેલા છે; તે ચકાસેલી સારવારની ભલામણો નથી.
- જવનું આ પાણી આખો દિવસ પાણીની તરસ લાગે ત્યારે સાદા પાણીની જગ્યાએ પીવાથી પેશાબ અટકી અટકીને આવવો, પેશાબમાં બળતરા થવી, કિડનીનું શૂળ, મૂત્રાશયનું શૂળ, પથરી વગેરેમાં ફાયદો થાય છે. [28]
- લીંબુના રસમાં સિંધવ મીઠું મેળવીને ઊભા ઊભા પીવાથી પથરી ઓગળી જાય છે. [30]
- ગાયના દૂધની છાશમાં સિંધવ મીઠું નાખીને ઊભા ઊભા રોજ સવારે ૨૧ દિવસ સુધી પીવાથી પથરી પેશાબ વાટે બહાર નીકળી જાય છે અને આરામ થાય છે. [30]
- ગોખરુનું ચૂર્ણ મધમાં ચાટવાથી પથરી ઓગળી જાય છે. [30]
- ટંકણખારને બારીક વાટી તેનો ભૂકો ઠંડા પાણી સાથે ફાકવાથી પથરીનો ચૂરો થઈ પેશાબ વાટે નીકળી જાય છે. [30]
- નાળિયેરના પાણીમાં લીંબુનો રસ મેળવી રોજ સવારે પીવાથી પથરી મટી જાય છે. [30]
- કારેલાનો રસ છાસ સાથે પીવાથી પથરી મટી જાય છે. [30]
- મૂળાના પાનનો રસ કાઢી તેમાં સુરોખાર નાખી રોજ પીવાથી પથરી ઓગળી જાય છે. [30]
- કાળી દ્રાક્ષનો ઉકાળો પીવાથી પથરી ઓગળી જાય છે. [30]
- કળથી ૫૦ ગ્રામ રાત્રે પલાળી રાખી સવારે મસળી, ગાળી એક કપ પાણી રોજ સવારે પીવાથી પથરી મટે છે. [30]
- કળથીનો સૂપ બનાવી તેમાં ચપટી સુરોખાર મેળવી પીવાથી પથરી ઓગળી જાય છે અને પથરીને લીધે થતી ભયંકર પીડા મટે છે. [30]
- અડધું પાણી બાકી રહે ત્યારે તે ઉતારી તે પાણી પીવાથી પથરી ઓગળી જાય છે. [30]
- ઘઉ અને ચણાને સાથે ઉકાળીને તેના ઉકાળામાં ચપટી સુરોખાર નાખી ઉકાળો પીવાથી પથરી ભાંગીને ભૂકો થઈ જાય છે. [30]
- મહેંદીના પાનનો ઉકાળો પીવાથી પથરી મટે છે. [30]
- મકાઈના દાણા કાઢી લીધા પછી ખાલી ડોડાને બાળી તેની ભસ્મ બનાવી ચાળીને આ ભસ્મ ૧ ગ્રામ જેટલી સવાર-સાંજ પાણી સાથે લેવાથી પથરીનું દર્દ તથા પેશાબની અટકાયત મટે છે. [30]
યુકેમાં ગુજરાતી જીવન માટે.