← ઐતિહાસિક સંગ્રહ
અચકાસેલી ઐતિહાસિક સામગ્રી

ઉધરસ-ખાંસી

Cough

ઐતિહાસિક ઉપાયો

નીચેના દાવા જૂના પુસ્તકમાંથી લીધેલા છે; તે ચકાસેલી સારવારની ભલામણો નથી.

  • આદુનો રસ, લીંબુનો રસ અને સિંઘવ મેળવી જમતાં પહેલાં લેવાથી કફ, શ્વાસ અને ઉધરસ મટે છે. [8]
  • લસણની એક કે બે કળી દૂધમાં પલાળી, ગાળી દૂધ પાવાથી બાળકોની કાળી ઉધરસ (હડખી ઉધરસ) મટે છે. [31]
  • ધાણા અને સાકરને ચોખાત્તા ઓસામણમાં પાવાથી બાળકોની ઉધરસ અને શ્વાસ મટે છે. [31]
  • લસણની કળીઓ છૂંદી, પોટલી બનાવી બાળકના ગળામાં બાંધી રાખવાથી બાળકની કાળી ખાંસી (હૂપિંગ કફ-હડખી ઉધરસ) મટે છે. [31]
  • સાકરમાં એનાથી અડધા ભાગનું હળદરનું ચૂર્ણ મેળવી તેમાંથી એક-એક ચમચી ચૂર્ણ મધમાં દિવસે ત્રણ વખત લેવાથી ક્ષયનો તાવ, ઉધરસ અને ક્ષયની શરદી મટે છે. [41]
  • ખજૂર, દ્રાક્ષ, સાકર, ઘી, મઘ અને પીપર સરખે ભાગે લઈ તેનું ચાટણ બનાવી દરરોજ બે-ત્રણ તોલા જેટલું ચાટણ ચાટવાથી ક્ષય, ક્ષયની ખાંસી અને શ્વાસમાં ફાયદો થાય છે. [41]
  • કાંદાના રસમાં મધ મેળવીને પીવાથી ગમે તેવી ઉધરસ મટે છે. [49]
  • કાંદાનો ઉકાળો કરી પીવાથી કફ દૂર થઈ ઉધરસ મટે છે. [49]
  • લીંબુના રસમાં તેનાથી ચાર ગણું મધ મેળવી ચાટવાથી ઉધરસ મટે છે. [49]
  • મરીનું ચૂર્ણ દૂધમાં ઉકાળી પીવાથી ઉધરસ મટે છે. [50]
  • મરીનું ચૂર્ણ સાકર-ઘી સાથે મેળવી ચાટવાથી ઉધરસ મટે છે. [50]
  • અ ચમચી મધ અને બે ચમચી આદુનો રસ મેળવી પીવાથી ઉધરસ મટે છે. [50]
  • થોડી હિંગ શેકી તેને ગરમ પાણીમાં મેળવી પીવાથી ઉધરસ મટે છે. [50]
  • દ્રાક્ષ અને સાકર મોંમાં રાખી ચૂસવાથી ઉધરસ મટે છે. [50]
  • લસણની કળીઓને કચરી પોટલી બનાવી તેની વાસ લેવાથી કાળી ઉધરસ (હૂપિંગ કફ) મટે છે. [50]
  • લસણનો રસ ૨૦ થી રપ ટીપાં શરબતમાં મેળવી દિવસમાં ચાર-ચાર કલાકને અંતરે પીવાથી કાળી ઉધરસ (હૂપિંગ કફ) મટે છે. [50]
  • દાડમની છાલનો ટૂકડો મૉમાં રાખી ચૂસવાથી ઉધરસ મટે છે. [50]
  • અમલીના ચીચોડાને શેકી તેનાં છોતરાં કાઢી નાખી, ચીચોડાનું બારીક ચૂર્ણ બનાવી મધ અને ધીમાં મેળવીને પીવાથી ઉધરસમાં, કફમાં લોહી પડતું હોય તો મટે છે. [50]
  • ગરમ કરેલા દૂધમાં હળદર અને ઘી મેળવી પીવાથી ઉધરસ અને કફ મટે છે. [50]
  • હળદર અને મીઠાવાળા તાજા શેકેલા ચણા એક મુઠ્ઠી જેટલા સવારે અને રાત્રે સૂતી વખતે ખાવાથી (ઉપર પાણી ન પીવું) કાયમી શરદી અને ઉધરસ રહેતી હોય તે મટે છે. [50]
  • મીઠું અને હળદરવાળો શેકેલો અજમો જમ્યા પછી મુખવાસ તરીકે ખાવાથી ઉધરસ અને શરદી મટે છે. [50]
  • હળદર અને સૂંઠ સવાર-સાંજ મધમાં ચાટવાથી ઉધરસ મટે છે. [50]
  • હળદરને તાવડીમાં શેકી તેની ગાંગડી મોંમાં રાખી ચૂસવાથી કફની ખાંસી મટે છે. [50]
  • નવશેકા પાણી સાથે અજમો ખાવાથી કફની ધાંસી મે છે તુલસીનો રસ સાકર સાથે પીવાથી ઉઘરસ ર અ રસ તથા છા દુખાવ વ છાતીનો દુખાવો રાત્ર થોડાક શેકેલા ચણા ખાઈ પાણી પીધા વગર સૂઈ જવાથી ઉધરસ મટે છે. [51]
  • અરડુસીના પાનના રસ સાથે મધ લેવાથી ઉધરસ મટે છે. [51]

અન્ય નામો

ઉધરસ-ખાંસીCoughudharsudharaskhansi