ઐતિહાસિક ઉપાયો
નીચેના દાવા જૂના પુસ્તકમાંથી લીધેલા છે; તે ચકાસેલી સારવારની ભલામણો નથી.
- અજમો ફાકી ઉપર ગરમ પાણી પીવાથી પેટનો દુખાવો, અજીર્ણ અને વાયુ મટે છે. [24]
- આ પાણીમાં સોડા બાય કાર્બ નાખી દિવસમાં બે-ત્રણ વાર પીવાથી ખરાબ ઓડકાર અને પેટમાં રહેલો વાયુ મટે છે. [26]
- રાઈનું ચૂર્ણ થોડી સાકર સાથે લેવાથી અને ઉપર પાણી પીવાથી વાયુ અને કફથી થતો પેટનો દુખાવો મટે છે. [26]
- એલચી, ધાણાનું ચૂર્ણ ચારથી છ રતીભાર અને શેકેલી હિંગ એક રતીભાર લઈ લીંબુના રસમાં મેળવીને ચાટવાથી વાયુ, પેટનો દુખાવો અને આફરો મટે છે. [26]
- સૂંઠના ચૂર્ણમાં ગોળ અને થોડુંક ધી નાખી તેની ત્રણ-ચાર નાની ઝ ઝં કઝ ૭ ઝં ગોળીઓ બનાવી સવારે ખાવાથી ચોમાસાની શરદી અને વાયુ મટે છે. [34]
- ખૂબ વિચાર, વાયુ કે વૃદ્ધાવસ્થાને લીધે વાયુ વધી જવાથી રાતની ઊંઘ ઊડી જાય ત્યારે ગંઠોડાનું ચૂર્ણ ૨ ગ્રામ જેટલું ગોળ તથા ઘી સાથે ખાવાથી ઊંઘ આવી જાય છે. [38]
- વાયુ, કફ દોપ, કમરનો દુખાવો કે ડોક જકડાઈ ગઈ હોય તો થોડા પાણીમાં મરચાં નાખી ઉકાળો કરી, તેમાં કપડું બોળી દર્દવાળા ભાગ પર ગરમ ગરમ પોતાં મૂકવાથી આરામ થાય છે. [48]
- તુલસી, ફદીનો, મરી અને આદુનો ઉકાળો પીવાથી વાયુ મટે છે. [57]
- અજમો ગરમ કરી તેના સરખા ભાગે સિંઘવ લઈ વાટી ભેગું કરી તેમાંથી ત્રણ માસા જેટલું ગરમ પાણી સાથે લેવાથી કોઠાનો વાયુ મટે છે. [57]
- કોકમનો ઉકાળો કરી થોડું મીઠું નાખી પીવાથી વાયુગોળો મટે છે. [57]
યુકેમાં ગુજરાતી જીવન માટે.