← ઐતિહાસિક સંગ્રહ
અચકાસેલી ઐતિહાસિક સામગ્રી

હરસ-મસા

Piles / haemorrhoids

ઐતિહાસિક ઉપાયો

નીચેના દાવા જૂના પુસ્તકમાંથી લીધેલા છે; તે ચકાસેલી સારવારની ભલામણો નથી.

  • તલ વાટી માખણમાં ખાવાથી હરસ-મસા મટે છે. [39]
  • સૂંઠનું ચૂર્ણ છાશમાં નાખીને પીવાથી હરસ-મસા મટે છે. [39]
  • સવારે નરણે કોઠે એક મુઠ્ઠી જેટલા કાળા તલ થોડી સાકર સાથે ખૂબ ચાવીને ખાવાથી મસામાંથી પડતું લોહી બંધ થાય છે. [39]
  • સૂકા હરસ થયા હોય તો છાશમાં ગોળ નાખીને અને લોહી પડતા મસા હોય તો છાશમાં ઇન્દ્રજવ નાખીને પીવાથી હરસ-મસા મટે છે. [39]
  • કેરીના ગોટલાનું ચૂર્ણ મધ સાથે પીસી ગાળી પીવાથી હરસ-મસા મટે છે. [39]
  • ટ મીઠા લીમડાના પાનને પાણી સાથે પીસી ગાળી પીવાથી હરસ-મસા મટે છે. [39]
  • ઘીમાં સૂરણ તળીને ખાવાથી હરસ-મસા મટે છે. [40]
  • કળથીના લોટની પાતળી રાબ પીવાથી હરસ-મસા મટે છે. [40]
  • ધાણાને રાત્રે પલાળી રાખી, સવારે ખૂબ મસળી તે પાણી પીવાથી અથવા કોથમીરનો રેસ પીવાથી મસામાંથી પડતું લોહી બંધ થાય છે. [40]
  • એક ચમચી કારેલાના રસમ સાકર મેળવીને પીવાથી હરસ-મસા મટે છે. [40]
  • ધાણા અને સાકરનો ઉકાળો પીવાથી મસામાંથી પડતું લોડી બંધ થાય છે. [40]
  • ગરમાગરમ શેકેલા ચણા ખાવાયી મસામાંથી પડતું લોહી બંધ થાય છે. [40]
  • કાંદાના નાના નાના ટુકડા કરી તડકામાં સૂકવી, તેમાંથી એક રૂપિયાભાર જેટલા ઘીમાં તળી તેમાં થોડા કાળા તલ અને સાકરનું ચૂર્ણ નાખી સવારે ખાવાથી મસા મટે છે. [40]
  • કોથમીરને વાટી, ગરમ કરી પોટલી બાંધી શેક કરવાથી મસાની પીડા મટે છે. [40]
  • જીરાને વાટી તેની લૂગદી કરીને બાંધવાથી મસામાંથી પડતું લોહી બંધ થાય છે અને બહાર નીકળેલા અને ખૂબ દુખતા મસા અંદર જાય છે. [40]
  • ચોખ્ખી હળદરનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી પાણી સાથે રાત્રે સૂતી વખતે લેવાથી મસા મટે છે. [40]
  • મસૂરની દાળ, રોટલી અને છાશ રોજ ખાવા તેમ જ દાળમાં ઘી અથવા માખણ નાખી ખાવાથી તેમ જ મરચું અને ગરમ મસાલા વગરનું ખાવાથી દૂઝતા મસા મટે છે. [40]
  • કોકમના ફૂલનું ચૂર્ણ દર્ડીની મલાઈ સાથે મેળવી જરાક ગરમ કરી દિવસમાં ત્રણ વાર ખાવાથી હરસમાં પડતું લોહી બંધ થાય છે. [40]
  • જીરાને શેકી તેમાં સરખે ભાગે કાળા મરી તથા સિંધવ મેળવીને ચૂર્ણ બનાવી જમ્યા પછી છાશ સાથે લેવાથી હરસ-મસા મટે છે. [40]
  • સૂંડ, જીરું અને સિધવનું ચૂર્ણ દરીનાં મઠામાં મેળવી જમ્યા પછી લેવાથી હરસ-મસા મટે છે. [40]
  • જુવારની કાંજી રોજ સવારે પીવાથી હરસ-મસા મટે છે. [40]
  • ગરમ દૂધ સાથે ૧-૨ ચમચી દિવેલ પીવાથી હરસની પીડા મટે છે અને ગુદા પર થતા ચીરા પણ મટે છે. [40]
  • કોકમની ચટણી દીની મલાઈ સાથે ખાવાથી દૂઝતા હરસ મટે છે. [41]
  • સની ગાંઠિયો તુવેરની દાળમાં બાફી, છાંયડે સૂકવી, ગાયના ઘીમાં સી હરસ-મસા પર લેપ કરવાથી હરસ-મસા નરમ પડી તરત જ સણકા બંધ થાય છે. [41]

અન્ય નામો

હરસ-મસાPiles / haemorrhoidshemorrhoidshaemorrhoidspilesharasmasa