ઐતિહાસિક ઉપાયો
નીચેના દાવા જૂના પુસ્તકમાંથી લીધેલા છે; તે ચકાસેલી સારવારની ભલામણો નથી.
- કાંદાને ગરમ રાખમાં શેકી રોજ સવારે ખાવાથી કબજિયાત મટે છે અને શક્તિ વધે છે. [3]
- ગાજરનો ઉકાળો પીવાથી કમળામાં આવેલી અશક્તિ અને લોહીની ઓછપ દૂર થાય છે. [5]
- જમ્યા પછી ત્રણ-ચાર પાકાં કેળાં ખાવાથી અશક્તિ દૂર થાય છે. [45]
- એક કપ દૂધમાં એક ચમચી મધ નાખી પીવાથી અશક્તિ દૂર ઘાય છે. [45]
- ખજૂર ખાઈ ઉપરથી ઘી મેળવેલું ગરમ દૂધ પીવાથી ઘા વાગ્યાથી કે મા પુષ્કળ લોહી વહી જવાથી આવેલી નબળાઈ-અશક્કિ દૂર થાય છે. [45]
- રોજ સવારે અને રાત્રે સૂતી વખતે સાકર અને સોનામુખી સરખે ભાગે લઈ ચૂર્ણ ફાકવાથી અશક્તિ મટે છે. [45]
- સફેદ કાંદો ચોખ્ખા ઘીમાં શેકીને ખાવાથી શારીરિક નબળાઈ, ફેફસાંની નબળાઈ, ધાતુની નબળાઈ દૂર થાય છે. [45]
- મોસંબીનો રસ પીવાથી શરીરની નબળાઈ દૂર થાય છે. [45]
- પાંચ પેશી ખજૂર ઘીમાં સાંતળીને બપોરે ભાત સાથે ખાવાથી અને અડધો ક્લાક ઊંઘ લેવાથી નબળાઈ દૂર થઈ શક્તિ વધે છે. [45]
- ચણાના લોટનો મગજ, મોહનથાળ અથવા મૈસુર બનાવીને રોજ ખાવાથી તમામ પ્રકારની નબળાઈ દૂર થાય છે અને શક્તિ આવે છે. [45]
- ઘીમાં શેકેલા કાંદા સાથે શીરો ખાવાથી માંદગીમાંથી ઊઠયા પછી આવેલી અશક્તિ દૂર થઈ જલદી શક્તિ આવે છે. [45]
- તેનાથી હૃદય મજબૂત બને છે અને હૃદયની કાર્યશક્તિ વધે છે. [49]
- સવારમાં સ્નાન કર્યા પછી તુલસીના પાંચ પાન પાણીની સાથે લેવાથી મગજની નિર્બળતા દૂર થાય છે અને યાદશક્તિ વધે છે. [58]
- ઇલાયચી નાખી મિકસ કરી સવાર-સાંજ બે ચમચી દૂધ સાથે લેવાથી શક્તિ વધે છે. [61]
યુકેમાં ગુજરાતી જીવન માટે.