ઐતિહાસિક ઉપાયો
નીચેના દાવા જૂના પુસ્તકમાંથી લીધેલા છે; તે ચકાસેલી સારવારની ભલામણો નથી.
- ધાણા અને જીરું એક-એક ચમચી લઈ અધકચરાં ખાંડી રાત્રે પાણીમાં પલાળી સવારે મસળી ગાળી તેમાં સાકર નાખી પીવાથી પેટની તથા હાથપગની બળતરા મટે છે. [22]
- આદુ અને લીંબુના રસમાં અડધી ચમચી મરીનું ચૂર્ણ નાખી પીવાથી પેટનો દુખાવો મટે છે. [25]
- અજમો અને મીઠું વાટીને તેની ફાકી લેવાથી પેટનો દુખાવો મટે છે. [25]
- આદુ અને ફુદીનાના રસમાં સિંધવ મીઠું નાખીને પીવાથી પેટનો દુખાવો મટે છે. [25]
- આદુનો રસ એક ચમચી અને લીંબુનો રસ બે ચમચી મેળવી તેમાં થોડી સાકર નાખીને પીવાથી કોઈપણ જાતનો પેટનો દુખાવો મટે છે. [25]
- શેકેલા જાયફળનું એક ગ્રામ ચૂર્ણ ગરમ પાણી સાથે લેવાથી પેટનો દુખાવો મટે છે. [25]
- જમ્યા પછી કેટલાકને ૨-૩ કલાકે પેટમાં સતત દુખાવો થાય છે તે માટે સૂંઠ, તલ અને ગોળ સરખે ભાગે લઈ દૂધમાં નાખી સવાર-સાંજ લેવાથી પેટનો દુખાવો મટે છે. [25]
- લીંબુના રસમાં થોડો પાપડખાર મેળવી પીવાથી પેટનો દુખાવો અને આફરો મટે છે. [25]
- તુલસીનો રસ અને આદુનો રસ સરખે ભાગે લઈ સહેજ ગરમ કરી પીવાથી પેટનો દુખાવો મટે છે. [25]
- ગોળ અને ચૂનો ભેગા કરી ગરમ પાણી સાથે લેવાથી પેટનો દુખાવો તરત મટે છે. [25]
- કોકમનો ઉકાળો કરી તેમાં થોડું મીઠું નાખી પીવાથી પેટનો વાયુ અને ગોળો મટે છે. [25]
- સાકર અને ધાણાનું ચૂર્ણ પાણીમાં પીવાથી પેટની બળતરા મટે છે. [25]
- જીરું અને ધાણા બંને સરખે ભાગે લઈ રાત્રે પલાળી રાખી સવારના ખૂબ મસળી તેમાં સાકર નાખીને પીવાથી પેટની બળતરા મટે છે. [25]
- ફુદીનાના રસમાં મધ મેળવી લેવાથી પેટનો દર્દ મટે છે. [25]
- ઊકળતા પાણીમાં સૂંઠનું ચૂર્ણ નાખી તેને ઢાંકી રાખી ઠંડું થયા બાદ ગાળી તેમાંયી પાંચ ચમચી જેટલું પીવાથી પેટનો આફરો, પેટનો દુખાવો મટે છે. [26]
- આ પાણીમાં સોડા બાય કાર્બ નાખી દિવસમાં બે-ત્રણ વાર પીવાથી ખરાબ ઓડકાર અને પેટમાં રહેલો વાયુ મટે છે. [26]
- એક રૂષિયાભાર તલનું તેલ અને પા તોલો હળદર મેળવીને લેવાથી પેટની ચૂંક મટે છે. [26]
- રાઈનું ચૂર્ણ થોડી સાકર સાથે લેવાથી અને ઉપર પાણી પીવાથી વાયુ અને કફથી થતો પેટનો દુખાવો મટે છે. [26]
- હિંગ, સૂંઠ, મરી, લીંડીપીપર, સિંધવ, અજમો, જીરું, શાહજીરું આ આઠ ચીજો સરખે ભાગે લઈ ચૂર્ણ બનાવી (જેને હિંગાપ્ટક ચૂર્ણ કહેવામાં આવે છે, જે દુકાને પણ મળે છે) લેવાથી પેટનાં દર્દો મટે છે. [26]
- સાકરવાળા દૂધમાં એકથી બે ચમચી દિવેલ નાખી દિવસમાં બે વાર પીવાથી પેટનાં અનેક જાતનાં દર્દો મટે છે. [26]
- સવારના પહોરમાં મધ સાથે લસણ ખાવાથી પેટની ચૂંક મટે છે અને જઠરાગ્નિ મંદ પડી ગયો હોય તો તે પ્રજ્વલિત બને છે. [26]
- રાઈનું ચૂર્ણ પાણી સાથે લેવાથી પેટની ચૂંક અને અજીર્ણ મટે છે. [26]
- એલચી, ધાણાનું ચૂર્ણ ચારથી છ રતીભાર અને શેકેલી હિંગ એક રતીભાર લઈ લીંબુના રસમાં મેળવીને ચાટવાથી વાયુ, પેટનો દુખાવો અને આફરો મટે છે. [26]
- કચારેક ડાયાબિટીસ ન હોવા છતાં વારંવાર પેશાબ કરવા જવું પડતું હોય તો પેટ પર દૂંટીની નીચે કોઈપણ તેલનું માલિશ કરવું, પછી બાજરીને તાવડી પર ગરમ કરી કપડામાં બાંધી પેટ, પેઢું તથા કમર પર ૧૦-૧૫ મિન્તિટ રોજ શેક કરવાથી આરામ થાય છે. [29]
- બાળકોના પેટમાં કરમ થતા હોય તો કાચાં ગાજર ખાવાથી મરી જાય છે. [32]
- નાગરવેલનાં પાનના રસમાં મધ મેળવીને ચટાડવાથી વાછૂટ થઈ નાનાં બાળકોને આફરો અને અપચો મટે છે. [33]
- ર હિંગનું સેવન કરવાધી ગર્ભાશય સંકોચાય છે, માસિક સાફ આવે છે અને પેટનો દુખાવો મટે છે. [35]
- કાંદાના રસમાં શેકેલી હિંગ અને મીઠું મેળવી પીવાથી આફરો મટે છે. [46]
- મેથી અને સુવા સરખે ભાગે લઈ બંનેને શેકી, અધકચરા ખાંડી તેમાંથી અડધો તોલો ફાકવાથી આફરો, ખાટા ઘચરકા અને ઓડકાર મટે છે. [46]
- પેટમાં ખૂબ જ આફરો થયો હોય અને પેટ ઢોલ જેવું થયું હોય અને પેટમાં દુખાવો થતો હોય તો દૂટીની આજુબાજી અને પેટ પર હિંગનો લેપ કરવાથી તરત આરામ થાય છે. [46]
- લસણ, ખાંડ અને સિંધવ સરખે માગે મેળવી તેનાથી, બમણું ધી મેળવીને ખાવાથી અજીર્ણ-આફરો મટે છે. [46]
- અંગ જકડાઈ ગયું હોય તો રાઈની પેટીસ લગાડવાથી ફાયદો થાય છે. [48]
- તેમાંથી થોડી હિંગ સુવાવડી ઝ ૩ ૩ સ્ત્રીને ઘી સાથે અથવા પાણી સાથે આપવાથી તેને આવતાં ચક્કર તથા પેટનો દુખાવો બંધ થાય છે. [49]
- રાઈને ઝીણી વાટી, પાણીમાં પલાળી પેટ પર લેપ કરવાથી ઊલટી મટે છે. [54]
- કાચી કેરીના ગોટલાનો ભૂકો ૧-૧ ચમચી દિવસમાં ત્રણ વાર લેવાથી પદ, પેટમાંનાં કરમ, દૂઝતા મસા વગેરે મટે છે. [62]
યુકેમાં ગુજરાતી જીવન માટે.