ઐતિહાસિક ઉપાયો
નીચેના દાવા જૂના પુસ્તકમાંથી લીધેલા છે; તે ચકાસેલી સારવારની ભલામણો નથી.
- તાવમાં વારંવાર ઝાડા-ઊલટીઓ થાય ત્યારે અધકચરા ખાંડેલા ઘાણા અને દ્રાક્ષ પાણીમાં પલાળી, મસળી, ગાળી થોડી થોડી વારે પીવાથી ઊલટી મટે છે. [18]
- ચીઠ્ુની છાલનો કૈકાળો પીવાથી ઝાડા બંધ થાય છે. [19]
- ખજૂરના ઠળિયાની રાખ કરી ઠંડા પાણી સાથે પીવાથી ઝાડા બંધ થાય છે. [19]
- એલચીનાં છોડાંની રાખ મધમાં ચાટવાથી ઝાડા બંધ થાય છે. [19]
- સહેજ ગરમ પાણીમાં થોડું મીઠું અને લીંબુનો રસ પીવાથી ઝાડા અને મરડો મટે છે. [19]
- તુલસીનાં પાંચ પાન અને સંચળ બે ગ્રામ, ૫૦ ગ્રામ દહીંમાં મેળવીને ખાવાથી ઝાડા અને મરડો મટે છે. [19]
- માખણ, મધ અને ખડીસાકર મેળવીને ખાવાથી મરડો મટે છે. [19]
- કેરીની ગોટલી છાસ અથવા ચોખાના ઓસામણમાં વાટીને લેવાથી ઝ ૭ મરડો મટે છે. [19]
- મરીનું ચૂર્ણ છાશમાં લેવાથી મરડો મટે છે. [19]
- મેથીનો લોટ દહીંમાં ખાવાથી મરડો મટે છે. [19]
- મેથીની ભાજીના રસમાં કાળી દ્રાક્ષ મેળવીને પીવાથી મરડો મટે છે. [19]
- આદુનો રસ દૂંટીએ ચોપડવાથી ઝાડા અને મરડો મટે છે. [19]
- ગરમ પાણી સાથે સૂંઠ ફાકવાથી અને સૂંઠનો ઉકાળો બનાવી તેમાં & ઝ ઝ૩ ઝ ૩ રૂપિયાભાર એરંડિયું નાખીને પીવાથી મરડો મટે છે. [19]
- લીંબુના રસને ગરમ કરી તેમાં સિંધવ અને ખાંડ મેળવીને પીવાથી મરડો મટે છે. [19]
- અજમો, હરડે, સિંધવ અને હિંગની ફાકી લેવાથી મરડો મટે છે. [19]
- ઇનદ્રજવને તવી પર શેકી તેને બારીક વાટી બ તોલો દિવસમાં બે વાર લેવાથી મરડો મટે છે. [20]
- આંબાનાં સૂકાં ફૂલોનું ચૂર્શ ગમે તેવો જૂનો મરડો મટાડે છે. [20]
- અઠ બાફીને તેમાં છીણેલા કાંદા મેળવીને ખાવાથી ઝાડામાં પડતું લોહી બંધ થાય છે. [20]
- થોડા તલ અને સાકર વાટી મધમાં ચાટવાથી ઝાડામાં પડેતું લોડી બંધ થાય છે. [20]
- કોકમનું ઘી ગરમ કરીને બબ્બે કલાકે લેવાથી ઝાડા બંધ થાય છે. [20]
- કાચું પપૈયું પાણીમાં ઉકાળીને ખાવાથી ઝાડા મટે છે. [20]
- જાયફળ પાણીમાં ઘસીને અડધી ચમચી જેટલું સવાર-સાંજ ચાટવાથી ઝાડા બંધ થાય છે. [20]
- દાંત આવે ત્યારે ઝાડા થતા હોય તો જાવંત્રીને તાવડી પર શેકી પાવડર કરી મધ સાથે માતાના દૂધમાં આપવાથી ઝાડા મટે છે. [32]
- દાંત આવે ત્યારે પાણી જેવા ઝાડા થતા હોય તો મકાઈના ડોડામાંથી દાણા કાઢી લીધા પછીના મકાઈન્તા ડોડાને બાળી તેની ભૂટ્ઠી (એક કે બે વાલ જેટલી) પાણી કે છાશમાં પાવાથી ઝાડા બંધ થાય છે. [32]
- જાયફળ અને સૂંઠને ગાયના ધીમાં ઘસીને તેનો ઘસરકો ચટાડવાથી બાળકને શરદીને લીધે થતા ઝાડા મટે છે. [33]
- દહીંમાં ચોથા ભાગનું પાણી મેળવી બનાવેલી તાજી છાશ ઝાડા માટે ઉત્તમ છે. [59]
- કડું છાલનું ચૂર્ણ મરડા માટે રામબાણ દવાની ગરજ સારે છે. [59]
- સૂંઠનું ચૂર્ણ મઘ સાથે લેવાથી ઝાડા બંધ થાય છે. [60]
યુકેમાં ગુજરાતી જીવન માટે.