← ઐતિહાસિક સંગ્રહ
અચકાસેલી ઐતિહાસિક સામગ્રી

પેશાબ

Urinary complaints

ઐતિહાસિક ઉપાયો

નીચેના દાવા જૂના પુસ્તકમાંથી લીધેલા છે; તે ચકાસેલી સારવારની ભલામણો નથી.

  • ( ખરજવું, ખસ, ખુજલી, દરાજ ) ત્રણ દિવસનો વાસી પેશાબ ખરજવા પર સવાર-સાંજ ચોપડવાથી ખરજવું ચોક્કસ મટે છે. [11]
  • (ત્રણ બાટલી રાખી રોજ એક બાટલીમાં પેશાબ ભરતા રહેવું) ગાજરને વાટી તેમાં થોડું મીઠું નાખી, ગરમ કરી ખરજવા પર બાંધવાથી ખરજવું મટે છે. [11]
  • તાંદળજાનો રસ સાકર «ખી પીવાથી હાથપગની તથા પેશાબની બળ તરા મટે છે. [22]
  • એલચીને આમળાંના ચૂર્ણ સાથે લેવાથી શરીરની બળતરા, પગનાં તળિયાની બળતરા અને પેશાબની બળતરા મટે છે. [22]
  • ધાણા તથા વરિયાળીનો ઉકાળો પીવાથી દાહ, બળતરા અને પેશાબની બળતરા મટે છે. [22]
  • ( પેશાબ ) પેશાબ ઓછો થયો હોય કે બંધ થયો હોય તો તાજી છાશમાં ગોળ નાખીને પીવાથી પેશાબની અટકાયત મટે છે. [27]
  • અટકતો હોય તો મૂળાનો રસ પીવાથી પેશાબં છૂટી જાય છે. [27]
  • અડધો તોલો લીંબુના બીજનું ચૂર્ણ કરી પાણી સાથે પીવાથી તરત પેશાબ છૂટે છે. [27]
  • પેશાબની બળતરા તથા અટકાયત હોય તો દહીમાં સાકર નાખી પીવાથી તકલીફ મટે છે. [27]
  • ચોખાના ધોવાણમાં સાકર તથા ચપટી સુરોખાર મેળવી પીવાથી પેશાબ ઓછો થતો હોય તો વધે છે અને કોઈપણ કારણસર પેશાબ અટકતો હોય તો તે મટે છે. [27]
  • ટ ટ પેશાબ અટકતો હોય અને પેશાબ ગંદો થતો હોય તો એક માસો મીઠું દસથી વીસ તોલા જેટલા ઠંડા પાણીમાં મેળવીને પીવાથી ગંદો પેશાબ શુદ્ધ થાય અને પેશાબની અટકાયત દૂર થાય છે. [27]
  • ટ કેળનું ચાર-પાંચ પોલા પાણી ગરમ કરેલા ધીમાં નાખીને પીવાથી બંધાયેલો પેશાબ છૂટી જાય છે. [27]
  • રાત્રે ઘઉને પાણીમાં પલાળી રાખીને સવારે વાટી તેમાં સાકર નાખીને હલવો બનાવી ખાવાથી પેશાબ છૂટથી થાય છે. [27]
  • જવનું આ પાણી આખો દિવસ પાણીની તરસ લાગે ત્યારે સાદા પાણીની જગ્યાએ પીવાથી પેશાબ અટકી અટકીને આવવો, પેશાબમાં બળતરા થવી, કિડનીનું શૂળ, મૂત્રાશયનું શૂળ, પથરી વગેરેમાં ફાયદો થાય છે. [28]
  • એલચી અને સૂંઠ સરખે ભાગે લઈ દર્હીનાં નીતર્યા પાણીમાં સિંઘવ : મેળવીને પીવાથી પેશાબ તરત છૂટે છે. [28]
  • જવ ઉકાળીને પાણી પીવાથી પેશાબ સાફ આવે છે અને પેશાબની બળતરા મટે છે. [28]
  • શેરડીનો રસ પીવાથી પેશાબ છૂટથી થાય છે, બળતરા મટે છે અને પેશાબમાં લોહી પડતું હોય તો તે પણ મટે છે. [28]
  • પાતળી છાશમાં બે આતીભાર સુરોખાર નાખી પીવાથી પેશાબ છૂટથી આવે છે. [28]
  • વરિયાળીનું શરબત બનાવી તેમાં જરા સુરોખાર નાખી પીવાથી પેશાબની બળતરા મટે છે. [28]
  • એલચીના ચૂર્ણને આમળાંના ચૂર્ણ સાથે કે આમળાંના રસમાં લેવાથી પેશાબની બળતરા દૂર થાય છે. [28]
  • ટ ચાર તોલા કાળી દ્રાક્ષ રાત્રે ઠંડા પાણીમાં પલાળી રાખી, સવારે મસળી, ગાળી, થોડા જીરાની ભૂકી નાખી પીવાથી પેશાબની ગરમી ઘટે છે અને પેશાબ સાફ આવે છે. [28]
  • આમળાંના રસમાં મધ અને ડળદર નાખીને પીવાથી પેશાબ માર્ગે જતું પરું બંધ થાય છે. [28]
  • સૂંઠના ઉકાળામાં હળદર અને ગોળ નાખીને પીવાથી ઘાતુસ્રાવ મટે છે તથા પેશાબ સાથે જતી ધાતુ બંધ થાય છે. [28]
  • પેશાબમાં ધાતુ જતી હોય તો તે બંધ થાય છે. [28]
  • અડધા તોલા જેટલું સૂંઠનું ચૂર્ણ ગાયના અડધો શેર દૂધમાં પીવાથી વેદના સાથે પેશાબમાંથી લોહી પડતું હોય તો તે બંધ થાય છે અને વેદના મટે છે. [28]
  • વારંવાર પેશાબ કરવા જવું પડતું હોય તો અજમો અને તલ ભેગાં કરીને ખૂબ ચાવીને સવાર-સાંજ ખાવાથી આરામ થાય છે. [29]
  • કયારેક ડાયાબિટીસ ન હોવા છતાં વારંવાર ખૂબ પેશાબ કરવા જવું પડે છે તે માટે અડદની પલાળેલી દાળને વાટીને ઘીમાં શેકી, ખાંડ નાખીને તેનો શીરો સાત દિવસ ખાવાથી આરામ થાય છે. [29]
  • અડધી ચમચી અજમો અને અડધી ચમચી ગોળ મિકસ કરી સવાર-સાંજ લેવાથી વારવાર પેશાબ કરવા જવું પડતું હોય તો તે મટે છે. [29]
  • કચારેક ડાયાબિટીસ ન હોવા છતાં વારંવાર પેશાબ કરવા જવું પડતું હોય તો પેટ પર દૂંટીની નીચે કોઈપણ તેલનું માલિશ કરવું, પછી બાજરીને તાવડી પર ગરમ કરી કપડામાં બાંધી પેટ, પેઢું તથા કમર પર ૧૦-૧૫ મિન્તિટ રોજ શેક કરવાથી આરામ થાય છે. [29]
  • તેમાંથી રોજ ર થી.પ ગ્રામ ચૂર્ણ થોડી સાકર અને ચપટી હળદર મેળવી સવાર-સાંજ બે વાર લેવાથી બડુમૂત્ર રોગ (વારંવાર પેશાબ કરવા જવું પડતું હોય તે) મટે છે. [29]
  • મેથી ત્રણ ભાગ, સૂંઠ એક ભાગ તથા અજમો એક ભાગનું ચૂર્ણ બનાવી મધ કે પાણીમાં દિવસમાં સવાર-સાંજ બે વાર લેવાથી બહુમૂત્ર રોગ મટે છે. [29]
  • મેથીની ભાજીનો રસ દસ તોલા, તેમાં દોઢ માસો કાથો અને ત્રણ માસા સાકર મેળવીને પીવાથી બહુમૂત્ર રોગ મટે છે. [29]
  • ગાયના દૂધની છાશમાં સિંધવ મીઠું નાખીને ઊભા ઊભા રોજ સવારે ૨૧ દિવસ સુધી પીવાથી પથરી પેશાબ વાટે બહાર નીકળી જાય છે અને આરામ થાય છે. [30]
  • ટંકણખારને બારીક વાટી તેનો ભૂકો ઠંડા પાણી સાથે ફાકવાથી પથરીનો ચૂરો થઈ પેશાબ વાટે નીકળી જાય છે. [30]
  • મકાઈના દાણા કાઢી લીધા પછી ખાલી ડોડાને બાળી તેની ભસ્મ બનાવી ચાળીને આ ભસ્મ ૧ ગ્રામ જેટલી સવાર-સાંજ પાણી સાથે લેવાથી પથરીનું દર્દ તથા પેશાબની અટકાયત મટે છે. [30]
  • બાળકોને તલ ખવડાવવાથી રાત્રે ઊંઘમાં પેશાબ કરતા હોય તો અટકે છે અને શરીર પુષ્ટ બને છે. [31]
  • પાકાં કેળાં, આમળાંનો રસ અને સાકર એકત્ર કરી પીવાથી સ્ત્રીઓનો પ્રદર અને બહુમૂત્ર રોગ મટે છે. [35]
  • ખડી સાકર મેળવી સવાર-સાંજ પંદર દિવસ પીવાથી આમ્લપિત્ત અને બહેનોને પ્રદર રોગમાં તેમ જ મૂત્રદાહમાં ફાયદો થાય છે. [60]

અન્ય નામો

પેશાબUrinary complaintsurineurinationurinarypeshab