← ઐતિહાસિક સંગ્રહ
અચકાસેલી ઐતિહાસિક સામગ્રી

વાળની માવજત

Hair care

ઐતિહાસિક ઉપાયો

નીચેના દાવા જૂના પુસ્તકમાંથી લીધેલા છે; તે ચકાસેલી સારવારની ભલામણો નથી.

  • ખરજવા પર લીમડાનાં બાફેલા પાન બાંધવાથી અને લીમડાનો અડધો કપ રસ સવાર-સાંજ પીવાથી ખરજવું મટે છે આ લોટમાં તલનું તેલ અને છાશ મેળવીને લગાડવાથી ખુજલી ક થી અને કોપરું બારીક વાટી શરીરે ચોપડવાથી ખંજવાળ મ્‌ ટામેટાંના રસમાં તેનાથી બમણું કોપરેલ મેળવી શરીર પર માલિશ કરી, અડધા કલાક પછી સતાન કરવાથી ખુજલી મટે છે. [11]
  • ખંજવાળ આવતી હોય તો તુલસીનાં પાનનો રસ ઘસવાથી મટે છે. [12]
  • ગાજરને કચરી કોઈપણ લોટમાં મેળવીને ફોલ્લા તથા બળતરાવાળા ઘા પર બાંધવાથી ઘા રૂઝાઈ જાય છે. [14]
  • ક વીંછીના ડેખવાળો ભાગ મીઠાના પાણીથી વારેવાર ધોવાથી તથા સહેજ મીઠું નાખેલા પાણીના ટીપા બંને આંખોમાં નાખવાથી વીંછીનું ઝેર ઊતરે છે. [16]
  • હિંગ અને કપૂર સરખે ભાગે લઈ ગોળી બનાવી (કપૂર-કિંગવટી ગોળી જે દવાવાળાને ત્યાં પણ મળે છે) એકથી બે ગોળી લઈ આદુના રસમાં પીવાથી સન્નિપાત (લવરી)નો તાવ મટે છે અને દર્દ ભાનમાં આવે છે. [19]
  • સવારના પહોરમાં બે તોલા મધ ઠંડા પાણીમાં પીવાથી દાહ, બળતરા, ખંજવાળ મટે છે. [22]
  • સાકરવાળા દૂધમાં એકથી બે ચમચી દિવેલ નાખી દિવસમાં બે વાર પીવાથી પેટનાં અનેક જાતનાં દર્દો મટે છે. [26]
  • "તુલસીનાં પાનવાળી ચા પીવાથી શરદી, સળેખમ અને શરીરનો દુખાવો મટે છે. [34]
  • વાયુ, કફ દોપ, કમરનો દુખાવો કે ડોક જકડાઈ ગઈ હોય તો થોડા પાણીમાં મરચાં નાખી ઉકાળો કરી, તેમાં કપડું બોળી દર્દવાળા ભાગ પર ગરમ ગરમ પોતાં મૂકવાથી આરામ થાય છે. [48]
  • હળદર અને મીઠાવાળા તાજા શેકેલા ચણા એક મુઠ્ઠી જેટલા સવારે અને રાત્રે સૂતી વખતે ખાવાથી (ઉપર પાણી ન પીવું) કાયમી શરદી અને ઉધરસ રહેતી હોય તે મટે છે. [50]
  • મીઠું અને હળદરવાળો શેકેલો અજમો જમ્યા પછી મુખવાસ તરીકે ખાવાથી ઉધરસ અને શરદી મટે છે. [50]
  • માથા પર કાંદાનો રસ ઘસવાથી માંદગીમાં ખરી ગયેલા વાળ ફરી ઊગે છે. [51]
  • આમળાં, કાળા તલ, ભાંગરો અને બ્રાહ્મી સરખે ભાગે લઈ વાટીને પાવડર્‌ બનાવી રોજ સવાર-સાંજ ફાકવાથી સફેદ વાળ કાળા થાય છે. [51]
  • ખાંડ અને લીંબુનો રસ બંને ભેગાં કરી માથું ધોવાથી જૂ અને ખોડો મટે છે. [51]
  • ચણાને છાશમાં પલાળી ચણા એકદમ પોચા થાય ત્યારે માથા પર મસળીને બે કલાક પછી માથું ધોવાથી જૂ અને ખોડો મટે છે. [51]
  • તલના ફૂલ, ગોખરું અને સિંધવને કોપરેલ અથવા મધમાં નાખી તેનો લેપ કરવાથી માથાની ટાલ મટે છે. [51]
  • પાશેર કોપરેલમાં ખોબો ભરીને મહેંદીના પાન ઉકાળવાં, તે તેલ રોજ ચોળીને માથામાં લગાડવાથી માથાના વાળ ખૂબ વધે છે અને કાળા પણ થાય છે. [51]
  • લીમડાનાં પાનને પાણીમાં વાટીને પાણીથી માથું ધોવાથી માથાનો ખોડો મટે છે. [51]
  • વાળ ખરી પડતા હોય ત્યારે તે પર ગોરાડું માટી-પ્રવાહી, લીંબુના રસમાં મેળવીને ચોપડવાથી વાળ ખરતા અટકે છે. [51]
  • છાલ સાથેની કાકડી ખાવાથી વાળ પર ચમક આવે છે. [51]
  • ગરમ' પાણીમાં આમળાંનો ભૂકો નાખી ઉકાળી એ પાણીથી વાળ ધોવામાં આવે તો વાળ સુંદર અને ચમકતા બને છે. [51]
  • મૂળાના રસમાં થોડું દડી મેળવી ચહેરા પર લગાવવાથી ચહેરો સુંવાળો, ચમકીલો બને છે. [52]
  • એક ડોલ ગરમ અથવા ઠંડા પાણીમાં એક લીંબુ નીચોવી તેનાથી સતાન કરવાથી ચામડી સુંવાળી થાય છે અને ચામડીમાં ચમક આવે છે. [52]
  • કાકડીને ખમણીને તેનો રસ ચોપડવાથી ચીકાશવાળી તેમ જ ચીમળાયેલી ચામડી સુંવાળી બને છે. [52]
  • રોજ સવારે બબ્બે તોલા મધ ઠંડા પાણીમાં મેળવી પીવાથી ચામડીના રોગો જેવા કે દાહ, ખંજવાળ, ફોલ્લી મટે છે. [53]
  • બટાટાની છાલને શરીર પર ઘસવાથી ચામડી સુંવાળી થાય છે. [53]
  • હરસનાને દીવેલના મોણવાળી રોટલી ખાવાથી રાહત થાય છે. [62]

અન્ય નામો

વાળની માવજતHair carehair lossdandruffhairvaalval