← ઐતિહાસિક સંગ્રહ
અચકાસેલી ઐતિહાસિક સામગ્રી

ઊલટી

Vomiting

ઐતિહાસિક ઉપાયો

નીચેના દાવા જૂના પુસ્તકમાંથી લીધેલા છે; તે ચકાસેલી સારવારની ભલામણો નથી.

  • તાવમાં વારંવાર ઝાડા-ઊલટીઓ થાય ત્યારે અધકચરા ખાંડેલા ઘાણા અને દ્રાક્ષ પાણીમાં પલાળી, મસળી, ગાળી થોડી થોડી વારે પીવાથી ઊલટી મટે છે. [18]
  • ટામેટાંનો એક ચમચી રસ, દૂધ પીવડાવતાં પહેલાં પાવાથી બાળકોને થતી દૂધની ઊલટી મટે છે. [31]
  • ' ઊલટી, ઉબકા, અપચો, આફરો, કફના રોગો, ઉદરશૂળ વગેરે સુવાવડી સ્ત્રીની ફરિયાદોમાં અડધી ચમચી જેટલું અજમાનું ચૂર્ણ રોજ સવારે અને રાત્રે નવશેકા પાણી સાથે લેવાથી સ્ત્રીની ઊલટી મટે છે. [36]
  • નારંગી ખાવાથી સગર્ભા સ્ત્રીઓના ઉબકા અને ઊલટી મટે છે. [36]
  • ( ઊલટી ) ફુદીનાનો રસ પીવાથી ઊલટી મટે છે. [54]
  • રાઈને ઝીણી વાટી, પાણીમાં પલાળી પેટ પર લેપ કરવાથી ઊલટી મટે છે. [54]
  • મરી અને મીઠું વાટીને ફાકવાથી ઊલટી મટે છે. [54]
  • ગોળને મધમાં મેળવીને લેવાથી ઊલટી મટે છે. [54]
  • આદુનો રસ અને કાંદાનો રસ મેળવીને પીવાથી ઊલટી મટે છે. [54]
  • સૂંઠ અને ગંઠોડાનું ચૂર્ણ મધમાં ચાટવાથી ઊલટી મટે છે. [54]
  • મીઠા લીમડાનાં પાનનો ઉકાળો પીવાથી ઊલટી મટે છે. [54]
  • લીંબુ કાપી તેના પર ખાંડ ભભરાવીને ચૂસવાથી અન્નવિકારથી થતી ઊલટી મટે છે. [54]
  • શેરડીનો રસ પીવાથી પિત્તની ઊલટી મટે છે. [54]
  • તુલસી અને આદુનો રસ મધ સાથે લેવાથી ઊલટી મટે છે. [54]
  • એલચી અને તુલસીનાં પાન ખાવાથી, એલચીના દાણા વાટી ફાકી મારવાથી અથવા મધમાં ચાટવાથી જીવ ડહોળાતો હોય કે ઊલટી થાય એવું લાગતું હોય તો તે મટે છે. [54]
  • લીંબું કાપી તેના પર સૂંઠ, સિંઘવ મીઠું નાખી ગરમ કરી ચૂસવાથી ' અજીર્ણની ઊલટી અને ખાટા ઓડકાર મટે છે. [54]
  • એક એક તોલો દ્રાક્ષ અને ઘાણા વાટી પાણીમાં એકરસ કરી પીવાથી પિત્તની ઊલટી મટે છે. [54]
  • અ પાણીમાં પલાળી તેનું પાણી ગાળીને પીવાથી પિત્તની ઊલટી છે. [54]
  • કાંદાનો રસ થોડા પાણીમાં એક એક કલાકે પીવાથી અપચાને લીધે થતી ઊલટી મટે છે. [54]
  • ગાડી કે મોટર-બસની મુસાફરીમાં ચક્કર આવે અથવા ઊલટી થવા માંડ ત્યારે મોંમાં લવિંગ અથવા તજ રાખી ચૂસવાથી ચક્કર અને ઊલટી બંધ થાય છે. [55]
  • (૧) ધાણા પાણીમાં પલાળી રાખી, મસળી, ગાળી તે પાણીમાં મધ અને ખાંડ નાખી વારવાર પીવાથી ઊલટી શાંત થાય છે. [55]
  • વ અડધો તોલો વાટેલી રાઈ અને અડધો તોલો મીઠું ગરમ પાણીમાં પીવાથી ઊલટી થઈ ઝેર બહાર નીકળી જાય છે. [56]
  • એકથી પાંચ તોલા જેટલું મીઠું પાણીમાં મેળવીને પાવાથી તાત્કાલિક ઊલટી થઈ ઝેર બહાર નીકળી જાય છે. [57]

અન્ય નામો

ઊલટીVomitingnauseaultiઉલટી