ઐતિહાસિક ઉપાયો
નીચેના દાવા જૂના પુસ્તકમાંથી લીધેલા છે; તે ચકાસેલી સારવારની ભલામણો નથી.
- કોઈપણ જાતનો તાવ આવ્યો હોય તો ફુદીનાનો અને આદુનો ઉકાળો પીવાથી તાવ ઊતરી જાય છે. [17]
- કોંફી બનાવતી વખતે તેમાં તુલસી અને ફુદીનાનાં પાન નાખી ઉકાળી નીચે ઉતારી ૧૦ મિનિટ ઢાંકી રાખીને પછી મધ નાખીને પીવાથી કોઈ પણ જાતનો તાવ મટે છે. [17]
- લસણની કળી પાંચથી દસ ગ્રામ કાપીને તલના તેલ કે ધીમાં સાંતળીને સિંધવ ભભરાવી ખાવાથી દરેક પ્રકારના તાવ મટે છે. [17]
- તુલસી અને સૂરજમૂખીનાં પાન વાટીને તેનો રસ પીવાથી બધી જાતના તાવ મટે છે. [17]
- ફલુના તાવમાં કાંદાનો રસ વારવાર પીવાથી તાવ ઊતરી જાય છે. [17]
- તુલસીનાં પાન, અજમો અને સૂંઠનું ચૂર્ણ સરખે ભાગે લઇ તેમાં મધ નાખી લેવાથી ફલુનો તાવ મટે છે. [17]
- ર પાંચ ગ્રામ તજ; ચાર ગ્રામ સૂંઠ અને એક ગ્રામ લવિંગનું ચૂર્ણ બનાવી બ ગ્રામ જેટલું ચૂર્ણ એક કપ ઊકળતા પાણીમાં નાખી ૧૫-૨૦ મિનિટ પછી તેમાં મધ ઉમેરી પીવાથી ફલુનો તાવ-બેચેની મટે છે. [17]
- ૧૦ ગ્રામ ધાણા અને ત્રણ ગ્રામ સૂંઠ લઈ તેનો ઉકાળો બનાવી તેમાં મધ નાખી પીવાથી ફલુનો તાવ મટે છે. [18]
- એક ચમચી ગંઠોડાનું ચૂર્ણ મધમાં ચાટી ઉપર ગરમ દૂધ પીવાથી ટાઢિયો તાવ મટે છે. [18]
- ફુદીનાનો અને આદુનો રસ કે ઉકાળો પીવાથી રોજ આવતો તાવ મટે છે. [18]
- ગરમ કરેલા દૂધમાં હળદર અનને મરી મેળવીને પીવાથી ટાઢિયો તાવ મટે છે. [18]
- મરીનું ચૂર્ણ તુલસીના રસ અને મધમાં પીવાથી ટાઢિયો તાવ મટે છે. [18]
- જીરું વાટીને ચારગણા પાણીમાં રાતે પલાળીને સવારે રણા કોઠે પીવાથી ટાઢિયો તાવ મટે છે. [18]
- ફુદીનાનો તાજો રસ મધ સાથે મેળવી દર કલાકે પીવાથી ન્યુમોનિયાનો તાવ મટે છે. [18]
- તુલસી, કાળા મરી અને ગોળનો ઉકાળો કરી તેમાં લીંબુનો રસ નાખીને ટ ગરમાગરમ પીવાથી મેલેરિયાનો તાવ મટે છે. [18]
- ઠંડી લાગીને તાવમાં અઢી ગ્રામ જેટલો અજમો ગળી જવાથી ઠંડીનું જોર નરમ પડે છે અને પરસેવો વળી તાવ ઊતરે છે. [18]
- તાવમાં વારંવાર ઝાડા-ઊલટીઓ થાય ત્યારે અધકચરા ખાંડેલા ઘાણા અને દ્રાક્ષ પાણીમાં પલાળી, મસળી, ગાળી થોડી થોડી વારે પીવાથી ઊલટી મટે છે. [18]
- ફુદીનાનો અને તુલસીનો ઉકાળો પીવાથી રોજ આવતો તાવ મટે છે. [18]
- મઠ કે મઠની દાળનો સૂપ બનાવી પીવાથી તાવ મટે છે. [18]
- એલચી નંગ ૩ તથા મરી નંગ ૪ રાતે પાણીમાં ભીંજવી રાખી સવારે તે બરાબર ચોળીને પાણી ગાળીને દિવસમાં ચાર વાર પીવાથી જીર્ણ તાવ મટે છે. [18]
- તુલસીનો રસ ૧૦ ગ્રામ, મરીનું ચૂર્ણ પાંચ ગ્રામ, પા ચમચી મધમાં મેળવીને લેવાથી ટાઇફોઇડનો તાવ મટે છે. [18]
- વરિયાળી અને ધાણાનો ઉકાળો કરી સાકર નાખી પીવાથી પિત્તનો તાવ મટે છે. [18]
- શરદીને લીધે આવતા તાવમાં તુલસીનાં પાનનો રસ મધ સાથે લેવાથી તાવ મટે છે. [19]
- સન્નિપાતના તાવમાં શરીર ઠંડુ પડી જાય ત્યારે ગરમી લાવવા માટે રાઈના તેલનું માલિશ કરવાથી આરામ થાય છે. [19]
- હિંગ અને કપૂર સરખે ભાગે લઈ ગોળી બનાવી (કપૂર-કિંગવટી ગોળી જે દવાવાળાને ત્યાં પણ મળે છે) એકથી બે ગોળી લઈ આદુના રસમાં પીવાથી સન્નિપાત (લવરી)નો તાવ મટે છે અને દર્દ ભાનમાં આવે છે. [19]
- સુવાવડમાં તાવમાં અને સુવાવડ પછી થતા કમરના દુખાવામાં અજમો અડધી ચમચી, સૂંઠ અડધી ચમચી અને ઘી બે ચમચી ભેગાં કરી સવારે અને રાત્રે ખાવાથી તાવ અને કમરનો દુખાવો મટે છે. [36]
- સાકરમાં એનાથી અડધા ભાગનું હળદરનું ચૂર્ણ મેળવી તેમાંથી એક-એક ચમચી ચૂર્ણ મધમાં દિવસે ત્રણ વખત લેવાથી ક્ષયનો તાવ, ઉધરસ અને ક્ષયની શરદી મટે છે. [41]
- બરો તાવ ઊતર્યા પછી હોઠ પર બરો મૂતરી ગયો હોય તો પાણીમાં જીરું વાટીને ચોપડવાથી બરો મટે છે. [58]
યુકેમાં ગુજરાતી જીવન માટે.